News of Monday, 12th August 2024
એસ.જી.વી.પી. ગુરૂકુલ રીબડા ખાતે બુધવારે ‘સંગીત સંધ્યા'

રાજકોટ તા. ૧રઃ ભારત સરકાર દ્વારા આઝાદિકા અૃમત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી ઓમ શિવમ યુવા ગ્રુપ-રાજકોટ સંસ્થા પ્રસ્તુત દેશભકિતના તથા શોર્યગીતો રજુ કરતો ‘‘સંગીત સંધ્યા'' ૧પના સ્વાતંત્ર દિનની ઉજવણી માટે તા. ૧૪ ના બુધવારે સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી ઠે. એમ.જી.વી.પી. ઇન્ટરનેશનલ સ્કુલના સ્વામિનારાયણ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની હાજરીમાં ગોંડલ હાઇવે રોડ, રીબડા પાસે, સ્કુલના વિશાળ હોલમાં સંગતી સંધ્યા રાખેલ છે.
જેમાં રેડિયો, ટી.વી. કલાકારો સર્વશ્રી કૌશિક મહેતા, શૈલેષ પીઠવા-ભજન-સંતવાણી સમ્રાટ, દેશળભાઇ ગઢવી વિગેરે કલાકારો તથા સાજીંદાઓની ટીમ સાથે ભાગ લેશે.
‘‘સંગીત સંધ્યા'' ના અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય અને મંત્રી, શ્રી ગોવિંદભાઇ પટેલ રહેશે. કાર્યક્રમમાં દિપ પ્રાગટય એસ.જી.વી.પી. ગુરૂકુલ-રીબડાના મહંત શ્રી ધર્મવત્સલ સ્વામિ, ધભારાશાસ્રી અંશકુમાર અભયભાઇ ભારદ્વાજ કરશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રીમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા ભા.જ.પા.ના પીઢ નેતા પ્રદેશ ભા.જ.પ. અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ તથા સીનીયર ધારાશષાી દિલેશભાઇ જે. શાહ, મગનભાઇ સોરઠીયા વોર્ડ નં. ૧રના નંબર વન કોર્પોરેટર અને એસ્ટેટ કમિટી ચેરમેન તથા શ્રી ગિરીશભાઇ ભટ્ટ પૂર્વ જિલ્લા સરકારી વકિલ તથા અતિથી વિશેષ તરીકે કશ્યપભાઇ શુકલ તથા અમૃતાબેન ભારદ્વાજ એડવોકેટ ઉપસ્થિત રહેશે.
આ ‘‘સંગીત સંધ્યા'' કાર્યક્રમને સફળ બનાવવાં એસ.જી.વી.પી. ગુરૂકુલ-રીબડાનાં સંચાલક કોઠારી સ્વામી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી હરિનંદન સ્વામી, શ્રી ઋષિકેશ સ્વામી વગેરે સંતો અને કૌશિક મહેતા (ભૂ-દેવ) જહેમત ઉઠાવી રહ્યાં છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
