News of Monday, 12th August 2024
શ્રી સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા

વેરાવળઃ શ્રાવણના બીજા સોમવારે આજે શ્રી સોમનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઇ હતી. (તસ્વીર-અહેવાલઃ દિપક કકકડ-વેરાવળ)
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૨: સોમનાથમાં બીજા સોમવારે હર હર મહાદેવનાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠયું બપોરે ૧૨ વાગ્યા સુધી માં ૪૦ હજાર થી વધારે શિવ ભકતોએ શીશ નમાવ્યા શ્રાવણ માસના બીજા સોમવારે ભોળાનાથને શિશ નમાવવા દેશ વિદેશથી હજારો ભાવિકો ઉમટી પડેલ હતા સવારે ૪ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી માં ૪૦ હજારથી વધારે શિવ ભકતોએ ભોળાનાથને શિશ નમાવેલ હતા દર્શન ખુલતા લાંબી લાઈનો લાગેલ હતી જય સોમનાથ, હરહર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠેલ હતુ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ તેમાં ધ્વજા રોહણ, તત્કાલ મહાપુજા , બિલ્વ પુજા, રૂદ્રાઅભિષેક સહીત મહામળત્યુજય જાપ ની હજારો પુજાવિધીઓ નોધાયેલ હતી.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભોળાનાથના દર્શન કરવા માટે હજારો શિવ ભકતો કાવડીયાઓ પગપાળા ચાલીને આવતા હોય જેથી જુનાગઢથી ઉના સુધીનો રોડ હર હર મહાદેવના નાદ સાથે ગુંજતો હતો હજારો શિવ ભકતો પવિત્ર ત્રીવેણી નદીમાં સ્નાન કરી સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલે તે પહેલા લાંબી લાઈનોમાં ભોળાનાથને શિશ નમાવવા ઉભા હતા.
તા.૧૨/૮ના બીજા સોમવારે સોમનાથ મંદિર સવારે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલેલ હતું પ્રાંત મહાપુજા પ્રારંભ સવારે ૬ થી ૭, પ્રાત આરતી સવારે ૭ થી ૭.૧૫, મહામળત્યુજય યજ્ઞ પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે, નુતન ધ્વજા રોહણ સવારે ૮ કલાકે, સવાલક્ષ બીલ્વપુજા પ્રારંભ સવારે ૮ કલાકે,સંકલ્પ તથા પાલખીપુજન તથા યાત્રા સવારે ૯ કલાકે,મધ્યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨,મધ્યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ વાગ્યા સધી માં ૪૦ હજાર થી વધુ
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
