News of Monday, 12th August 2024
ધ્રોલ શહેર અને તાલુકામાં સાંસદ પૂનમબેન માડમ, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ
ધ્રોલમા દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારા સાથે ગુંજી ઊઠ્યું:ધ્રોલ પ્રાત અધિકારી વિ.ડી સાકરીયા, મામલતદાર તન્વીબેન ત્રીવેદી, પી.એસ.આઇ પી.જી પનારા ઉપસ્થિત રહ્યા

ધ્રોલમાં ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગર દેવભૂમી દ્રારકા સાંસદ પૂનમબેન માડમ, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ધ્રોલ પોલીસ સ્ટેશન થી લઈ ગાંધીચોક, ત્રિકોણ થી લઈ જામનગર હાઈવે પરથી ફરી પોલીસ સ્ટેશન સુધી યાત્રા પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી તિરંગા યાત્રામાં ધ્રોલ શહેર ભાજપ તથા તાલુકા માથી વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા(સંજય ડાંગર ધ્રોલ અકિલા)
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
