<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કમીજલા ખાતે ભારત માતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સાફ-સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઈ દવેની સુચનાથી 11 થી 15 ઓગસ્ટ દરમિયાન પ્રતિમા સાફ સફાઈ અને પુષ્પાંજલિ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ કમીજલા મુકામે ભારત માતા મંદિરની અંદર ભારત માતા અને વિવેકાનંદની પ્રતિમાની સાફ-સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

   આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ મફાભાઈ ભરવાડ, મહામંત્રી રમેશભાઈ કોળી, કારોબારી ચેરમેન કનુભાઈ કોળી પટેલ, એપીએમસી ડાયરેક્ટર પોલાભાઈ, પૂર્વ પ્રમુખ દશરથભાઈ, સરપંચ પરસોતમભાઈ કોળી પટેલ, અમદાવાદ જિલ્લા યુવક બોર્ડ સંયોજક રસિકભાઈ કોળીપટેલ, તાલુકા કો. શૈલેષભાઈ,રણછોડભાઈ ગામના યુવાન ગોપાલભાઈ સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

(6:47 PM IST)