News of Monday, 12th August 2024
મોરબીના નવલખી રોડ પર જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત પાંચ ઝડપાયા.
પોલીસે લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિર પાછળ રેડ કરી :જાહેરમાં જુગાર રમતા ઝડપાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના નવલખી રોડ પર લાયન્સનગર વિસ્તારમાં મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિર પાછળ રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સિરાજઅલી અમીનઅલી મીનસરીયા, પ્યારઅલી કરમાલી જેસાણી, રમેશ ઉર્ફે છનાભાઇ રામજીભાઈ ઇન્દરીયા, જોહરાબેન અમીનભાઈ મીનસરીયા અને લાભુબેન રમેશભાઈ ઇન્દરીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૯૪૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
