News of Monday, 12th August 2024
મોરબીના ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતી બે મહિલા સહીત ત્રણ ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી બે મહિલા સહીત ત્રણ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર છેલ્લી શેરીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રીટાબેન અશોકભાઈ મોનવાડિયા, જેસ્સીબેન કાબાભાઇ સનુરા અને પ્રકાશ ઉર્ફે ગુડુ પ્રવીણ મકવાણા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭૪૦ જપ્ત કરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
