News of Monday, 12th August 2024
મોરબીના ફાટસર ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લેવાયા :રોકડ રૂ ૨૦,૩૦૦ જપ્ત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ફાટસર ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૦,૩૦૦ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફાટસર નવું ગામ બીપીએલ વાળી શેરીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ડાયાભાઇ ભોજાભાઈ ગજીયા, સુખદેવસિંહ બચુભા જાડેજા, દૈવતસિંહ મયુરધ્વજસિંહ જાડેજા, મહાવીરસિંહ કનુભા જાડેજા અને ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધરમસી વીસનજી હરસોલા રહે બધા ફાટસર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૦,૩૦૦ જપ્ત કરી છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
