<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

મોરબીના વિસીપરાના રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

પોલીસે આરોપી મોસી સુમરાને ઝડપી લીધો :ન્ય આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણાનું નામ ખુલતા તપાસ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના વિસીપરા વિસ્તારમાં રહેતા ઇસમના ઘરે દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ અને ૧૦૦ એમએલની નાની ૪૪ બોટલ સહીતના મુદામાલ સાથે એક શખ્શને ઝડપી લીધો છે

સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા બીલાલી મસ્જીદ પાછળ રહેતા મોસીન અબ્દુલ સુમરાના મકાનમાં રેડ કરી હતી જ્યાં મકાનમાંથી દારૂની બોટલ નંગ ૭૨ કીમત રૂ ૨૩,૯૦૦ અને ૧૦૦ એમ.એલ.ની બોટલ નંગ ૪૪ કીમત રૂ ૨૨૦૦ સહીત કુલ રૂ ૨૬,૧૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી મોસી સુમરાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણાનું નામ ખુલતા તપાસ ચલાવી છે

(7:08 PM IST)