<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

મોરબીના વાવડી રોડના રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના વાવડી રોડ પરની સોસાયટીના રહેણાંક મકાનમાંથી પોલીસ દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર લોમજીવન સોસાયટીમાં રહેતા સાહિલ લધાણીના મકાનમાં રેડ કરી હતી જ્યાં મકાનમાંથી ઇન્ગીશ દારૂની બોટલ નંગ ૭૦ કીમત રૂ ૨૬,૨૫૦ નો દારૂનો જથ્થો મળી આવતા દારૂનો મુદામાલ કબજે લઈને આરોપી સાહિલ ઉર્ફે ચનો મહમદ લધાણી, આશીફ અનવર મીનીવાડીયા અને ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા એમ ત્રણને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(7:07 PM IST)