News of Monday, 12th August 2024
મોરબી માર્કેટિંગ યાર્ડમાં દુકાનેથી ઘરે જવાનું કહીને ગયા બાદ યુવાન ગુમ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી યુવાન કોઈને કહ્યા વિના જતા રહ્યા હોય જે બનાવ મામલે પિતાએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ ચલાવી છે
તાલુકાના જેતપર ગામે મોટી શેરીમાં રહેતા દિનેશભાઈ ચતુરભાઈ કલોલાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી છે કે તેના પુત્ર પવન કલોલા (ઉ.વ.૨૨) વાળા ગત તા. ૦૯ ઓગસ્ટના રોજ સાંજના અરસામાં મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાનેથી ઘરે જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ ઘરે આવ્યો ના હતો જેથી પરિવાર અને સગા સંબંધીઓએ શોધખોળ કરી હતી છતાં પત્તો લાગ્યો ના હતો જેથી પિતાએ પુત્ર ગુમ થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
