News of Monday, 12th August 2024
ભાવનગરના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો
વલભીપુર ઉમરાળા ભાવનગર શહેર ઘોઘા અને સિહોરમાં હરવા -ભારે ઝાપટા

ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે વલભીપુર ઉમરાળા ભાવનગર શહેર ઘોઘા અને સિહોરમાં હરવા -ભારે ઝાપટા વરસી ગયા હતા.
ગોહિલવાડ પંથકમાં મહુવામાં આજે બપોરે ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુર, ઉમરાળા ,ભાવનગર શહેર ,ઘોઘા અને સિહોરમાં દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદના ઝાપટા વરસી ગયા હતા.
આજે સવારના 6 થી સાંજના 6 દરમ્યાન ભાવનગર જિલ્લાના મહુવામાં 25મી.મી. વલભીપુરમાં 7 મી.મી.ઉમરાળામાં 9 મી.મી. ભાવનગર શહેર 2 મી.મી. ,ઘોઘા 4 મી.મી. અને સિહોરમાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી રહ્યું હતું .ત જ્યારે લઘુતમ તાપમાન 25.8° રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
