તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 13th August 2024
જુનાગઢ જિલ્લામાં જુગારની મોસમ, ૧ દિવસમાં ૩૩ જુગારીની ધરપકડ, ૭ નાસી ગયા
પોલીસે રોકડ સહિત ૨,૧૯,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: જુનાગઢ જિલ્લામાં જુગારની મોસમને ડામી દેવા પોલીસે દરોડા પાડીને ૧ દિવસમાં ૩૩ જુગારીને ઝડપી લઇ ૨,૧૯,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વંથલી તાલુકાના સેલરા ગામે રહેતા અરશી પીઠાભાઈ ચાંડેરા અને જસ્મીન ઓઘડ બારડ સેલરા ગામની સીમમાં ઇવનગર ગામના સીમાડે આવેલ વાડીએ ઓરડીમાં જુગાર રમાડતા હોવાની માહિતી મળતા પીએસઆઇ વાય. બી. રાણાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે જુગાર ધામનો સંચાલક જસ્મીન ઓઘડ બારડ, દેવાયત લખમણ પિઠીયા, ગોવિંદ જેઠા કરંગીયા અને ભાણજી છગન ભરડવાને ઝડપી લીધા હતા.
જયારે જુગાર ધામનો બીજો સંચાલક અરસી પીઠા ચાંડેરા, ભરત ઘોસા ભરવાડ, અનિલ જગમાલ ચાંડેરા અને પરબત લક્ષ્મણ પિઠીયા તેમજ ડોસલ ખીમા બારડ સહીત છ શખ્સો નાસી ગયા હતા.
પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા ૨૭,૫૫૦ની રોકડ તેમજ પાંચ મોબાઇલ ફોન અને પાંચ મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૧,૪૩,૫૫૦નો મુદ્દામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
માળીયાહાટીના પોલીસે તરસિંગડા ગામના પટેલ સમાજ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા વલ્લભ છગન ઝાલાવાડીયા, ઈમ્તિયાઝ ઈબ્રાહીમ બ્લોચ, મણિલાલ દેવરાજ ઝાલાવાડીયા, રાજેન્દ્ર કાનજી ઘોયલ, કમલેશ છગન રબારી, યુનિસ ભીખુ બ્લોચ, જેસિંગ સામત મક્કા અને મેરામ રણછોડ બારૈયાને રૂપિયા ૧૦,૫૯૦દ્ગક રોકડ સાથે પકડી પાડી હતા.
કેશોદ પોલીસે રાણીંગપરા ગામેથી હરસુખ ઉર્ફે પેથો જાદવ મકવાણા, ગૌતમ બાબુ ડાભી, સંજય વલ્લભ ડાભી અને કેતન લખમણ સોલંકીને રૂપિયા ૫૦૮૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર ખેલતા પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુનાગઢ તાલુકા પોલીસે ચોકી સોરઠ ગામે કન્યા પ્રાથમિક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા યોગેશ જમન વઘાસિયા, દિનેશ હરી વઘાસીયા, પંકજ ભીમજી કોરાટ, ગૌતમ કાંતિ બાબરીયા, પિયુષ રમણીક ડોબરીયા, રોનક બાબુ ગેવરીયા, જયેશ ધનસુખ ગોસ્વામી અને પંકજ મનસુખ ગેવરીયાને રૂપિયા ૨૩,૫૭૦ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.
આ ઉપરાંત જુનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામમાંથી મિલન ભીખા પટોળીયા, દિવ્યેશ શાંતિ મકવાણા, હિતેશ રમેશ રાઠોડને
ભેસાણ પોલીસે ખારચીયા વાંકુના ગામે દરોડો પાડીને અમરુ વલકુ વાંક, મહેશ ધીરુ સેંજલીયા, વિઠ્ઠલ પોપટ વૈષ્ણવ, અશોક નાગજી ચોવટીયા, રાજેશ વાઘજી મોરી અને ભરત કેશવ મારવીયાને રૂપિયા ૩૫,૩૫૦ના મુદ્દામાલ સાથે જુગાર ખેલતા પકડી પાડી હાથ ધરી હતી.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
