News of Tuesday, 13th August 2024
તિરંગા યાત્રા જનજનમાં દેશભકિત અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત કરે છે : કુંવરજીભાઇ બાવળિયા
જસદણ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની ‘હર ઘર તિરંગા યાત્રા' યોજાઇ : યાત્રામાં વિદ્યાર્થીઓ અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૧૩ : આઝાદીના અમળત કાળમાં રાષ્ટ્રભકિત અને રાષ્ટ્રીય ચેતનાને પ્રબળ બનાવવાના આશય સાથે આગામી સ્વાતંત્ર પર્વ પહેલા ઠેર ઠેર હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાની ત્રિરંગા યાત્રા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
જસદણના આટકોટ રોડ ઉપર આવેલ જળ શક્તિ સર્કલ ખાતેથી જૂના માર્કેટિંગ યાર્ડ સુધી યોજાયેલ આ યાત્રામાં કુરજીભાઈ બાવળીયા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સહિત અનેક મહાનુભાવો ઝરમર વરસતા વરસાદમાં પણ હાથમાં ત્રિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે નગરજનોને રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબતર કર્યા હતા. આ યાત્રામાં જુદા જુદા દેશભક્તિના ફલોટો એ ખૂબ જ આકર્ષણ જગાવ્યું હતું.
યાત્રાના સમાપન બાદ જુના માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ અને નગરજનોએ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ દેશભક્તિના સાંસ્કળતિક કાર્યક્રમમાં શ્રોતાઓને તાલીઓ પાડવા મજબૂર કર્યા હતા.
કુંવરજીભાઈ બાવળીયા એ ઘર ઘર તિરંગા યાત્રા નું મહત્વ સમજાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને અને ૨૦૪૭ સુધીમાં ભારત પૂર્ણ વિકસિત દેશ બને તે માટે અનેકવિધ કાર્યક્રમ હાથ ધર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રિરંગા યાત્રા થકી ઘરે ઘરે ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને મજબૂત બનાવી છે.
આ તકે આઝાદીના લડવૈયાઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી તેમાંથી પ્રેરણા લઈ દેશને મજબૂત બનાવવા કુંવરજીભાઈ એ આહવાન કર્યું હતું તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આપણે સૌ સુરક્ષિત છીએ તેના માટે દેશની રક્ષા કરતા નવ જવાન સૈનિકોને આજના દિવસે ખાસ યાદ કરીને સૈનિકોની રાષ્ટ્રભાવના અને નિષ્ઠાને વંદન કરવા જોઈએ.
જિલ્લા કલેકટર પ્રભાવ જોષીએ આ તકે વિદ્યાર્થી અને યુવાનોને સ્વતંત્ર સેનાનીઓએ સ્વતંત્રતા માટે આપેલ બલિદાનને યાદ કરી દેશને મજબૂત બનાવવા આગળ આવવા અપીલ કરી હતી.
આ યાત્રામાં રાજ્ય સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા વિવિધ ફલોટ જોડાયા હતા. કાર્યક્રમ ના સમાપન પ્રસંગે જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કળતિક કાર્યક્રમ અને દેશભક્તિના ગીતો ઉપર સુંદર પ્રતિકળતિ રજૂ કરી હતી.
આ યાત્રામાં તાલુકાના અગ્રણીઓ અશોકભાઈ ચાવ, સીમાબેન જોશી, અશોકભાઈ મહેતા, અશોકભાઈ ધાધલ, અનિલભાઈ મકાણી, પંકજભાઈ જાવ, ભાવેશભાઈ વેકરીયા, વિજયભાઈ રાઠોડ, જીગ્નેશભાઈ હિરપરા, પ્રભારી મનોજભાઈ રાઠોડ, વિનુભાઈ ધડુક તેમજ નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવા, નિશાબેન ચૌધરી, વિમલભાઈ ચક્રવર્તી, પુરવઠા અધિકારી વંગનાની, મામલતદાર પંચાલ, એમ.ડી. દવે સહિત રમતગમત, શિક્ષણ, આરોગ્ય, આર.ટી ઓ., વન વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ વિવિધ વેપારી એસોસિએશન, સહકારી ક્ષેત્રના સ્થાનિક આગેવાનો અને વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
