<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

મહુવામાં પૂર્વ પ્રેમિકાના પ્રેમીની નિર્દય હત્‍યા કરનાર નિલેશ ખોસાસી ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩ : ભાવનગરના મહુવામાં અલ્‍તાફ દોઢીયા નામના શખ્‍સની તેના ઘરમાં ઘૂસી મોડી રાત્રે  કુહાડીના ઘા ઝીંકી અતિ ક્રૂર રીતે હત્‍યા કરી નાસી છૂટેલા પૂર્વપ્રેમી શખ્‍સને પોલીસે ઝડપી લીધો છે.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં  નિંદ્રાધીન બુટલેગર અલ્‍તાફ દોઢિયાંના ઘરમાં ઘૂસી તેને જગાડી ‘અલ્‍તાફ તે આ ખોટું કર્યુ છે,' તેમ કહી કુહાડી વડે અલ્‍તાફની નિર્દયતા પૂર્વક હત્‍યા નીપજાવી નાસી છૂટેલા અલ્‍તાફની પ્રેમિકાના પૂર્વ પ્રેમી નિલેશ અનિલભાઈ ખોસાસી (ઉ. વ. ૩૫, રે. એચ. એમ. વી. કોલેજ સામે, દેલવાડા, તા. ઉના, જિ. ગીરસોમનાથ)ને પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા નિલેશ ખોરાસી સામે અગાઉ ઉના, વલસાડ તેમજ વાપી પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું.

(11:02 AM IST)