News of Tuesday, 13th August 2024
કોડીનાર તાલુકાના દુદાણા ગામે વાડીમાંથી દીપડો પાંજરે પૂરાયો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ૧૩ : કોડીનાર તાલુકાના દુદાણા ગામ આસપાસ દીપડાએ વસવાટ શરૂ કર્યો હોય અને આ દીપડો વારંવાર વાડી વિસ્તારમાં આવી ચઢી શિકાર કરતો હોય ત્યારે બે દિવસ પૂર્વે ગામના કિશનસિંહ હિંમતસિંહ રાઠોડની વાડીએ આવી વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં દીપડાનો ભારે આતંક છવાતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા અને આસપાસના વિસ્તારોમાં માનવીઓ ઉપર હુમલાઓ કરે તે પહેલા તેને પકડી પાડવા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી પાડવા દુદાણા ગામે કિશનસિંહ હિંમતસિંહ રાઠોડની વાડીમાં પાંજરૂ મુકતા ગત રાત્રે દીપડો પાંજરામાં પુરાઈ જતા વાડી માલિકે દીપડો પુરાઈ ગયો હોવાની વન વિભાગને જાણ કરતા વન વિભાગના ફોરેસ્ટર શક્તિસિંહ રાયજાદા, અંકિતસિંહ અને રાઠોડભાઈએ ઘટનાસ્થળે દોડી જઇ દીપડાનું નિરીક્ષણ કરતા આ માદા દીપડો ૫ વર્ષ થી નાનોનો હોવાનું જણાયું હતું. વન વિભાગ દ્વારા આ ખુંખાર દીપડાને જામવાળા રેન્જ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
