<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ધ્રાંગધ્રામાં સ્‍કુટરની ડેકીમાંથી ૪ લાખ લઇને લૂંટારૂ નાશી છૂટયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૩ : ધ્રાંગધ્રામાં એકટીવાની ડેકીમાંથી રૂા. ૪,૦૮,૦૦૦ અજાણ્‍યો શખ્‍સ પૈસા ભરેલી થેલી નજર ચુકવીને લઇને ફરાર થઇ જતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકા ના માનપુર ગામે રહેતા દયારામ ભાઈ છગનભાઈ પટેલ ધ્રાંગધ્રા ઝાલા રોડ પર આવેલી બેન્‍ક ઓફ બરોડા માંથી ૪,૦૮,૦૦૦ ચાર લાખ આઠ હજાર રૂપિયા પાક ધિરાણ  ઉપાડીને કાપડની થેલીમાં નાખીને એકટીવાની ડેકીમાં મૂકીને નીકળ્‍યા ત્‍યારે  શખ્‍સ દ્વારા આધેડ નો પીછો કરવામાં આવ્‍યો હતો.

જેમાં ઝાલા રોડ પર આવેલી મોઢવાડિયાની વાડી પાસે ન્‍યુ ઉમિયા જનરલ સ્‍ટોર પાસે એકટીવા મુકીને જતા એકટીવાની ડેકીમાં રહેલ રૂપિયા ૪,૦૮,૦૦૦ ભરેલી થેલી અજાણ્‍યો શખ્‍સ દ્વારા નજર ચૂકવીને લઈને ભાગી ગયો હતો જેમાં થેલી ની તપાસ કરતા એકટીવામાં કરાતા થેલી નહી મળતા આસપાસ તપાસ કરતા પણ નહી મળતા ધ્રાંગધ્રા સીટી પોલીસમા અજાણ્‍યો ઈસમ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ઝાલા રોડ પર આવેલી દુકાનોના સીસીટીવીના આધારે પોલીસ તપાસ ચલાવી રહ્યા છે.

(10:30 AM IST)