<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

પોરબંદર જિલ્લો ચાંદીપુરા વાયરસ સામે સલામતઃ હજુ સુધી એક પણ કેસ નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: રાજયભરમાં ચાંદીપુરા વાયરસનો ખતરો ઉભો થયો છે. પોરબંદર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે બાળકોનો સર્વે જિલ્લાની આરોગ્‍ય ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્‍યો હતો. સર્વેના રિપોર્ટમાં એકપણ બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત નથી.

જિલ્લાના ૧૮ આરોગ્‍ય કેન્‍દ્રો દ્વારા વિવિધ ટીમો બનાવીને ચાંદીપુરા વાયરસ અંગે ૮૩૮૨૧ ઘરોમાં બાળકોની આરોગ્‍ય પ્રવાસ માટે સર્વે કરાયો હતો. પરંતુ અત્‍યાર સુધીમાં જિલ્લામાં બાળકોમાં ચાંદીપુરાનો એકપણ કેસ આવ્‍યો નથી. આરોગ્‍ય ટીમો દ્વારા વરસાદનાં બંધિયાર પાણીના તલાવડા અને કાચા મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્‍યો હતો. અને આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા દવા છંટકાવ સ્‍વચ્‍છતા વગેરે બાબતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(10:58 AM IST)