News of Tuesday, 13th August 2024
વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોતઃ વાલી-વારસની શોધ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતમાં અજાણ્યા પ્રૌઢનું મોત થતા પોલીસે તેના વાલી - વારસની શોધખોળ હાથ ધરી છે.મળતી વિગતો મુજબ એક અજાણ્યા પુરૂષ ઉંમર વર્ષ આશરે પ૦ વર્ષ વાળા વાંકાનેર બાઉન્ડ્રી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા મરણ થયેલ છે.
જેઓની ડેડબોડી સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. જે લાશની ઓળખ થઇ શકેલ ન હોય જેથી લાશની ઓળખ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર ૦ર૮ર૮ રર૦૬૬પ, મો. ૮૩ર૦૮ ૬૧૦૩૬ સંપર્ક કરવા જણાવાયું છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
