News of Tuesday, 13th August 2024
જૂનાગઢમાં વેપારી વિદેશી દારૂ સાથે પકડાયોઃ મોપેડ પણ કબજે
ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી યુવાનનો ૨૫,૦૦૦નો મોબાઈલ ચોરાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩: જૂનાગઢમાં પોલીસે એક વેપારીને એક બોટલ દારૂ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.જૂનાગઢ શહેરબી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સોમવારે બપોરે શહેરમાં સરદાર બાગ ઝાંસીની રાણીના પૂતળા પાસે પેટ્રોલિંગમાં હતો.
ત્યારે શહેરમાં તળાવ દરવાજા પાસે આવેલ રોયલ પાર્ક એ-૩માં રહેતો વેપારી પરેશ રામજી મકવાણા જીજે ૧૧ સીએ ૭૪૫૫ નંબરના મોબાઈલ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળી પોલીસને જોઈ ભાગવા જતા તેને કોર્ડંન કરીને પકડી લેવાયો હતો. મોપેડની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અધૂરી બોટલ મળી આવતા રૂપિયા ૩૦,૧૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.
મોબાઈલ ચોરાયો
જૂનાગઢમાં જલારામ સોસાયટી પાછળ આવેલ દુર્વેશનગરમાં રહેતો ૨૮ વર્ષીય પારસ મહેશભાઈ પાલા નામનો યુવકો ૮ ઓગસ્ટના રોજ રાત્રિના બરોડાથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં જુનાગઢ આવવા બેઠો હતો. તે વખતે બસમાં મુસાફરી દરમિયાન રૂપિયા ૨૫,૦૦૦ની કિંમત મોબાઈલ ચોરાઈ ગયો હોવાની ફરિયાદ થતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
