<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ગોંડલમાં ઓફિસમાં દારૂની મહેફીલ માણતા ૪ પકડાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૩: ગોંડલમાં એલ્‍યુમિનિયમનાં વેપારી પોતાની ઓફિસમાં મિત્રો સાથે વિદેશી દારુની મહેફીલ માણી રહ્યા હતા ત્‍યારે અચાનક પોલીસ ત્રાટકતા ‘રંગ માં ભંગ' પડ્‍યો હતો.પોલીસે વેપારી સહિત ચારેય શખ્‍સોને પીધેલી હાલતમાં જડપી લઇ કાર્યવાહી હાથ ધરતા તમામનો નશો સડસડાટ ઉતરી ગયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના ગુંદાળા ફાટક પાસે શિવરાજગઢનાં દ્વારકેશભાઇ કાળુભાઇ વઘાશીયાની શ્રીજી એલ્‍યુમિનિયમની ઓફિસમાં દારુની મહેફીલ ચાલતી હોવાની બાતમી પેટ્રોલીંગમાં રહેલા બી ડિવિઝન પોલીસનાં હિતેન્‍દ્રસિંહ ગોહિલ, મદનસિહ ચૌહાણ, રમેશભાઈ પરમાર તથા સુરપાલસિહ જાડેજાને મળતા દરોડો પાડતા ઓફિસમાં મહેફીલ માણી રહેલા શિવરાજગઢનાં દ્વારકેશભાઇ ઉપરાંત સાગરભાઈ ભાલાળા, જયદીપભાઇ ભાલાળા, અમિતભાઇ વઘાશીયાને નશીલી હાલતમાં ૧૫૦ એમ.એલ.સાથેની વિદેશી દારુની બોટલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

(11:06 AM IST)