News of Tuesday, 13th August 2024
ધ્રોલઃ પુનમબેન, મેઘજીભાઇ, રમેશભાઇની આગેવાનીમાં તિરંગાયાત્રા

ધ્રોલઃ ધ્રોલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગર દેવભૂમી દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધ્રોલ પોલીસ સ્ટેશન થી લઈ ગાંધીચોક, ત્રિકોણ થી લઈ જામનગર હાઈવે પર થી ફરી પોલીસ સ્ટેશન સુધી યાત્રા પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી તિરંગા યાત્રામાં ધ્રોલ શહેર ભાજપ તથા તાલુકામાથી વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. (તસ્વીર- અહેવાલ સંજય ડાંગર ધ્રોલ)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
