News of Tuesday, 13th August 2024
કુતિયાણામાં દાંડિયા રાસ રમતા વેપારીને હાર્ટ એટેક
દયરોગના હુમલાથી જીવ ગુમાવનાર વેપારી એસોસીએશનના સભ્યઃ પુત્રવધુના સીમંત પ્રસંગમાં દાંડિયા રાસનું આયોજન કર્યુ હતું : બારોટ પરિવાર તથા વેપારીઓમાં શોક છવાયેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: કુતિયાણામાં દાંડીયા રાસ રમતી વખતે વેપારી દિનેશભાઇ બારોટ (ઉ.વ.પ૪)ને હાર્ટ એટેક આવી જતા દિનેશભાઇનું મૃત્યુ થતા ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાઇ ગયો હતો.
કુતિયાણા વાઘેશ્વરી ચોકમાં રહેતા વેપારી દિનેશભાઇ બારોટના પુત્રવધુનો સીમંત પ્રસંગ હોય દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દાંડીયા રાસમાં દિનેશભાઇ જોડાયા હતા અને પરીવારજનો સાથે દાંડીયારાસ રમતીવખતે હાર્ટ એટેક આવી જતા તે પડી ગયેલ અને દિનેશભાઇનું મૃત્યુ થયેલ હતું.
મરનાર દિનેશભાઇ વેપારી એસોસીએશનના સભ્ય છે. દિનેશભાઇના અવસાનથી બારોટ પરીવાર તથા વેપારી આલમમાં શોક વ્યાપી ગયો હતો
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
