<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

કેશોદ અંડર બ્રિજમાં વારંવાર આકસ્‍મિક ઘટના છતાં આરક્ષણના કોઇ પગલા નહી : ગાય પડી ગઇ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૩ : અત્રે ચાર ચોક વિસ્‍તારમાં રેલવે ક્રોસિંગ માટે બની રહેલ અંડર બ્રિજની સાઈડમાં આજે સવારે એક ગાય પડી જતા ક્રેનની મદદથી ગાયને બહાર કાઢવામાં આવેલ હતી. લોકોની જાગળતતાના  કારણે સદ્દનસીબે તાત્‍કાલિક પગલા લેવાતા ગાય બચી જવા પામેલ હતી.

લગભગ ચોમાસા પહેલાથી એટલે કે છેલ્લા ચારેક માસથી આ બ્રિજની કામગીરી બંધ છે. બ્રિજની સાઈડોમાં કોઈ આડસ ન હોય વારંવાર અકસ્‍માતની ઘટનાઓ બને છે. હજુ તો એક સપ્તાહ પહેલા જ એક શ્રમિક યુવક આ બ્રિજમાં આકસ્‍મિક રીતે પડી જતા તેમનું કરૂણ મત મુજબ હતું.

નવાઈની વાત તો એ છે કે આ સ્‍થળે વારંવાર આકસ્‍મિક ઘટનાઓ બનતી હોવા છતાં  બેદરકાર  જણાતા સંબંધિત તંત્ર દ્વારા  જરૂરી એવા આરક્ષણ અંગેના  કોઈ પગલા નહીં લેવાતા ચિંતિત જણાતા લોકોમાં રોષની લાગણી જન્‍મેલ છે.

(1:15 PM IST)