<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

કચ્છના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે ગુંજ્યો વંદે માતરમ્ નો નાદ : જુઓ વિડિઓ

વંદે માતરમ્ ના નારા સાથે તિરંગાયાત્રામા ધારાસભ્ય, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ વિધાર્થીનીઓ તથા સ્વામિનારાયણ મંદિર ના સંતો ઉપસ્થિત રહ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : ૭૭ માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે ગામે ગામ તિરંગાયાત્રા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે પણ તિરંગાયાત્રા યોજાઈ હતી રાપર પોલીસ મથકે થી શરુઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ઇન્ચાર્જ મામલતદાર એમ .કે .રાજપૂત તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી પીઆઈ બી.જે.બુબડીયા નાયબ મામલતદાર શિવાભાઇ રાજપૂત  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબા ભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ અરજણભાઈ ડાંગર રતનગીરી  ગૌસવામી નાનજી સુથાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર શહેર ના મુખ્ય માર્ગો પર થી તિરંગાયાત્રા યોજાઈ હતી  ઉપરાંત રાપર તાલુકાના લોદરાણી ગામે તિરંગાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું

     તિરંગાયાત્રા પોલીસ બીએસએફ તથા ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તિરંગાયાત્રા નુ આયોજન નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી સીપીઆઇ એમ.એન.દવે  બાલાસર પીએસઆઇ વી.એસ ચૌધરી ખડીર પીએસઆઇ ડી.જી પટેલ બીએસએફ ના પીઆઈ મહિપાલસિંગ.રાજેન્દ્શિલા  ગૌરવધન વિક્રમ દેસાઇ દલસિંગ કાનાણી રવજી ચૌધરી નરેન્દ્ર સિંહ જાડેજા સરપંચ શક્તિસિંહ વાઘેલા માયાભાઇ ધેયડા  જીતુદાન ગઢવી રસિદાબેન આસ્થા દિવેશ દિલીપ ધેયડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ્ ના નારા સાથે તિરંગાયાત્રા મા વિદ્યાર્થીઓ વિધાર્થીનીઓ તથા સ્વામિનારાયણ મંદિર ના સંતો ઉપસ્થિત રહ્યા હતા

(10:58 PM IST)