તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 14th August 2024
દેશની આન-બાન અને શાન સમાન તિરંગાનું અપમાન તાત્કાલિક અટકાવોઃ મોરબી કોંગ્રેસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૪: સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેમાં મોરબી ખાતે તિરંગાનું અપમાન થતું હોય જેથી તિરંગાનું અપમાન તાત્કાલિક અટકાવવા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરુ કરાયું છે જે આવકાર્ય છે પરંતુ અભિયાન અંતગત ભારત સરકારના ફ્લેગ કોડના નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ હર્યું છે જેથી અભિયાનમાં સન્માનના સ્થાને તિરંગાનું અપમાન થઇ રહ્યું છે જેથી મોરબી શહેરમાં તિરંગાઓને ફ્લેગ કોડ નિયમ મુજબ લગાવવા માંગ કરી છે અન્યથા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ પણ અંતમાં જણાવ્યું છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
