<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આઝાદી પહેલા ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપનીએ વેપારના નામે સરેઆમ લુંટ ચલાવી હતી

ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની ભારતમાંથી મરી મસાલા ચા-કોફી તથા અન્‍ય મોંઘી ચીજવસ્‍તુ ખરીદ કરીને ઇંગ્‍લેન્‍ડ અને યુરોપના માર્કેટમાં વેચતી હતીઃ કંપનીનું કામ યુધ્‍ધ કરવાનું નહોતુ પણ બ્રિટીશ રાજ માટે લુંટ કરવી હોય તો સૈન્‍ય રાખવાની છુટ હતી

પોરબંદરઃ ઇસ્‍ટ ઇન્‍ડીયાની સ્‍થાપવાની મંજુરી આપનારા એલીઝાબેથ (પ્રથમ) સમુદ્રમાં ચાંચીયાઓ સાથે ભાગીદારી ધરાવતા હતા.

એ રાણી સમક્ષ ઇંગ્‍લેન્‍ડના કેટલાક લૂંટવૃતિ ધરાવતા વેપારીઓએ પ્રસ્‍તાવ રજૂ કર્યો કે ભારત તરફની દુનિયામાં અમારે વેપાર કરવો છે.રાણીએ મંજૂરી આપી અને રોયલ ચાર્ટર હેઠળ ૨૧૫ સભ્‍યો સાથે ૧૬૦૦ ની ૩૧ મી ડિસેમ્‍બર ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપની ની સ્‍થાપના બધાએ મળીને ૭૦ હજાર પાઉન્‍ડનું રોકાણ કર્યુ

એ વેપાર માત્ર ભારતમાં કરવાનો ન હતો આફ્રિકાના છેડે આવેલા કેપ ઓફ ગુડ હોય થી ઇસ્‍ટ દિશામાં આવેલા કોઇ પણ પ્રદેશમાં કંપનીને વેપાર કરવાની ધુર હતી એ અધિકાર ઇંગ્‍લેન્‍ડમાંથી બીજા કોઇને મેળવવાનો  ન હતો એટલે મોનોપાલી હતી. કંપનીએ મુખ્‍તવે મરી-મસાલા-ચા-કોફી-બીજી મોંધી ચીજો ભારત (ઇંગ્‍લેન્‍ડની ઈસ્‍ટ દિશામાંથી) ખરીદવાની હતી. અને ઇગ્‍લેન્‍ડ તથા યુએસ પુરોપના માર્કેટમાં વેંચવાની હતી.

એ માટે કંપનીને કેટલીક છૂટ આપવામાં આવી હતી. જેમ કે કંપની યુધ્‍ધ કરી શકિત હતી.કંપનીનું કામ યુધ્‍ધ કરવાનું નથી પણ બ્રિટીશ રાજ માટે લુંટ કરવી હોય તો જંગ લડવા પડે યુધ્‍ધ લડવા માટે લો પછી સેૈન્‍ય જોઇએ એટલે કંપનીને સૈન્‍ય રાખવાની દુર મળી મળી(જેના પ્રતાપે જ પ્‍લાસી સહિના યુધ્‍ધો જિતાયા) એક સમયે કંપનીનું સૈન્‍યવધીને  ૨.૩૦ લાખના સંખ્‍યા બળે પહોંચ્‍યું હતું.

ઇંગ્‍લેન્‍ડની ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપનીનો દબદબો સદીઓ સુધી ચાલ્‍યો પણ યુરોપના દેશોએ ભારત સાથે વેપાર કરવા માટે પોતાની ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની ઓ સ્‍થાપી દીધી હતી.

બ્રિટીશ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧૬૦૦-૧૮૭૪)

નેધરલેન્‍ડની ડચ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧જ્ઞ૦ર-૧૭૯૯)

ડેન્‍માર્કની  ડેનીશ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧૬૧૬-૬પ૦) ૧૬૭૦, ૧૭ર૯

પોર્ટુગીઝ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧૬ર૮-૧૬૩૩)

ફ્રેન્‍ચ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧૬૬૪-૧૭૬૯, ૧૭૮પ, ૧૭૯૪)

ચિડીશ ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧૭૩૧-૧૮૧૩)

એસ્‍ટ્રીયન ઇસ્‍ટ ઇન્‍ડીયા કંપની (૧૭૭૬-૧૭૮૧)એ બધી મંજુરીના વિજય પતાકાઓ સાથે કંપનીનું હેકટર નામનુ જહાજ એપ્રિલ ૧૬૦૭ રવાના થયુ અને ૧૬૦૮ માં પહોંચ્‍યું ભારત  (સુરત પાસે સુવામી) ના કાંઠે, ભારત સીધુ પહોંચ્‍યું એવુ એ પ્રથમ અંગ્રેજ જહાજ હતું.  પોટુગીઝો ત્‍યારે ભારતમાં હાજર હતા જ એમણે અંગ્રેજોને પડકાર્યા એટલે ૧૬૧રમાં સુવાળીના કાંઠે અંગ્રેજો-પોર્ટુગીઝનો જંગ થયો અને અંગ્રેજો વિજયી થયા. પછી તો જહાંગીરના દરબારમાંથી વેપારનો પરવાનો મળ્‍યો. વેપાર કરવા માટે સુરતના કાંઠે ગોડાઉન બનાવ્‍યું. તેનું નામ આપ્‍યુ. ફેકટરી (ફેકટરીનો સંચાલક ફેકટર કહેવાતો હતો) ૧૬૦૯ માં વેપાર શરૂ કર્યો અને ૧૭પ૯માં સુપર પર સંપુર્ણ રીતે અંગ્રેજોએ કાબુ મેળવી લીધો હતો.

પોણા ત્રણસો વર્ષ દરમિયાન કંપનીએ શું શું મેળવ્‍યું તેનો હિસાબ ઇતિહાસકારોએ નોંધ્‍યો છે. દરમિયાન કંપનીના ડિરેકટરો અને સાથે સંકળાયેલા મોટા  અધિકારીઓની સંપતિમાં અકલ્‍પનીય વધારો થયો હતો. એટલે ઇંગ્‍લેન્‍ડમાં  વનસ્‍પતિઓ માટે નબૂબ (નવાબ પરથી) શબ્‍દ પ્રયોગ વપરાતો થયો. શશિથરૂરે પોતાના ‘‘પુસ્‍તક'' એન.એરા.ઓરૂ. ડાર્કનેસમાં નોંધ્‍યું છે કે ૧૭૫૭ ના પ્‍લાસી યુધ્‍ધ પછી કલાઇવે ૨૫ લાખ પાઉન્‍ડની રકમ ઇંગ્‍લેન્‍ડ રવાના કરી હતી.

ચીનમાં જેની મનાઇ હતી એ અફીણની  દાણચોરી પણ કંપનીએ ભરપુર કરી. લૂંટમાં એટલા વ્‍યસ્‍ત હતા કે જે બ્રિટિશરોને ચા પીવાની ખાસ આદત ન હતી એ બ્રિટિશરોને ભારતમાંથી  ચા પત્તી  અને કેરેબિયન ટાપુમાંથી સસ્‍તી ખાંડ મળતી થઇ એટલે ચા પીવા માંડયા અને સમય જતા ચા પીનારા દેશ તરીકેની નામના પણ મેળવી. કંપની મોટા પાયે ગુલામોનો વેપાર કરતી હતી ઘણા ગુલામોમાં કેરેબિયન સમુહમાં પહોંચાડયા હતા. જે શેરડીની ખેતી કરતા હતા.

સંકલન

હેમેન્દ્રકુમાર પારેખ

પોરબંદર

(11:01 AM IST)