<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

પોરબંદર અને ગધેથડમાં પુ.સંતો સાથે સંત અને લોકસાહિત્‍યની મોજ

તાજેતરમાં શુક્રવારના રોજ સાંદિપનિ શ્રીહરિમંદિર ખાતે રાષ્‍ટ્રીય સંત પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના  મહંત પુ.સુખરામદાસબાપુ લોકસાહિત્‍યકાર શિવરાજભાઇ વાળા સહિતનાએ મુલાકાત લીધી હતી. દરમ્‍યાન શ્રી હરિમંદિર ખાતે સાંજે આરતીનો લાભ લીધો હતો અને પુ.ભાઇશ્રીએ બધાનું ઉપવષા ઓઢાડી પ્રસાદી આપી અને સન્‍માન કર્યું હતું. બાદમાં શ્રીહરિ મંદિરે આરતીબાદ પુ.ભાઇશ્રીનું શાલ ઓઢાડી માળા પહેરાવી સુખરામદાસબાપુએ સન્‍માન કર્યુ઼ હતું અને  લોકસાહિત્‍યકાર શિવરાજભાઇવાળાએ પુ.ભાઇશ્રીને ગિરનારના ઇતિહાસનું લોકસાહિત્‍ય રજુ કરતા પુ.ભાઇશ્રીએ રાજીપો વ્‍યકત કર્યો હતો. અને બધાએ ત્‍યાં ભોજન પ્રસાદ લઇ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે  રાત્રે પુ.લાલબાપુની મુલાકાત લઇ દર્શનનો લાભ લીધો હતો. ત્‍યાં પણ શિવરાજભાઇ વાળાએ લોક સાહિત્‍ય રજુ કરતા પુ.લાલબાપુએ સોૈને આશિર્વાદ આપેલ. આ મુલાકાત દરમ્‍યાન કિશોરભાઇ તથા મૈત્રેય જોષી વગેરે સાથે રહયા હતા.(અહેવાલ વિનુ જોષી- તસ્‍વીર- મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:03 AM IST)