<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ. અંગ્રેજી ડિપાર્ટમેન્‍ટમાં ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ અને ફ્રેશર્સ ફિયેસ્‍ટા કાર્યક્રમ યોજાયો

વિકસિત રાષ્‍ટ્રના સંકલ્‍પને સાકાર કરવા માટે શિક્ષણ પાયામાં છેઃ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી કુલપતિ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૪: સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને,ᅠ છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્‍તર સુધારવા સાથે દીકરીઓના અભ્‍યાસને વેગ આપવા અનેકવિધ શૈક્ષણિક આયોજન કર્યા છે. ત્‍યારે જૂનાગઢ જિલ્લામાં કાર્યરત્ત ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ઈંગ્‍લીશ ડિપાર્ટમેન્‍ટ દ્વારા આયોજીત ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ અને ફ્રેશર્સ ફિયેસ્‍ટા કાર્યક્રમને દિપ પ્રાકટ્‍યથી ખુલ્લો મુકતા યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ યુનિ.નાં સેમેસ્‍ટર-૧માં પ્રવેશ પામેલ અને યુનિ.નાં છાત્રો શોધ સંશોધકોને સંબોધતા જણાવ્‍યુ હતુ કે ઉચ્‍ચ શિક્ષણ માટેની અનેકવિધ યોજનાઓ પણ રાજય અને ભારત સરકારે શરૂ કરી છે ત્‍યારે વિદ્યાર્થિઓને સ્‍માર્ટ ક્‍લાસ, કમ્‍પ્‍યુટર લેબ, સ્‍કીલ બેઈઝ્‍ડ એજયુકેશન પ્રાધ્‍યાપકો દ્વારા સરકાર પૂરું પાડે છે.

આ તકે અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.(ડો.) ફિરોઝ શેખે વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્‍યુ હતુ કે હમેંશા ધ્‍યેય ઉંચુ રાખવુ, માત્ર જ્ઞાન જ શક્‍તિશાળી છે એવુ માનવાને બદલે જ્ઞાનને અમલીકરણ કરવુ એ શક્‍તિ છે.

કુ. ડોલી વાઘેલા, આર્દિક ભટ્ટ, કીરણ વાઢીયા, સહિત વિદ્યાર્થીઓએ ડ્રામા, મિમીક્રી,અને નૃત્‍ય કલા રજુ કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે યશ સોલંકીએ આમંત્રીત મહાનુભાવોને આવકાર્યા હતા. સપના મકવાણાએ પ્રાર્થના ગીત રજુ કર્યુ હતુ. કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી અને મહાનુભાવોનાં હસ્‍તે વિભાગની પ્રોસ્‍પેક્‍ટસનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ. કાર્યક્રમનાં અંતે 

આભારદર્શન કુ. ઋચિ મામતોરાએ કર્યુ હતુ. સંચાલન અફસાના સિદ્દિકી અને ચિંતન જોષીએ સંભાળ્‍યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા  સેમેસ્‍ટર-૩નાં છાત્રોએ જહેમત ઉઠાવી હતી.

(11:03 AM IST)