News of Wednesday, 14th August 2024
બગસરા મેઘાણી હાઇસ્કૂલ ખાતે અમરેલી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓઃ કલેકટર દ્વારા નિદર્શન

જિલ્લા કક્ષાના ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી બગસરા શહેરમાં મેઘાણી હાઇસ્કૂલ ખાતે યોજવાની છે. પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુરવજીભાઇ બાવળીયાના હસ્તે ધ્વજ વંદન થનાર હોય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર ની સૂચનાથી જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડયા,બગસરા પ્રાંત અધિકારી કે.વી. નંદા ના સંકલન અન્વયે બગસરા મામલતદાર આર.જી. ઝાલા સહિત વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. અમરેલી કલેકટર દ્વારા મેઘાણી હાઇસ્કુલ ખાતે મુલાકાત કરી પોલીસ જવાનો દ્વારા યોજાનાર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ચોમાસુની ઋતુ તેમજ વરસાદી વાતાવરણને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવેલ છે. જેથી અચાનક વરસાદ આવી પડે તો અવ્યવસ્થા ન ઊભી થાયફ (તસ્વીર-અહેવાલઃ દર્શન ઠાકર-સમીર વિરાણી બગસરા)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
