News of Wednesday, 14th August 2024
જાપાનમાં કચ્છની બાંધણી કલાનું સન્માનઃ ૧૬ નમૂના મ્યુઝિયમમાં રાખવાની જાહેરાત
કચ્છની બાંઘણીના કારીગર અબ્દલ રહેમાન ખત્રી(નાનુ કવિ)એ કચ્છની કલાને વિશ્વના મંચ પર એક નવી ઓળખ આપીઃ ટોક્યોમાં ઇન્ડિયા ટેક્સ ટ્રેન્ડ ફેરમા અદભુત કલા પ્રદર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૪: જાપાન ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી પ્રમોશન એસોસિએશનએ તાજેતરમાં જાપાનના ટોક્યોમાં ઇન્ડિયા ટેક્સ ટ્રેન્ડ ફેર જુલાઇ, ૨૦૨૪ નું આયોજન કરેલ હતું.
આ એક વિશિષ્ટ બિઝનેસ મેચિંગ ઈવેન્ટ હતું જેમાં નિકાશકારો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અનેᅠ સાથે મૂલ્યવર્ધિત ઉત્પાદનોની સપ્લાય ક્ષમતાઓᅠ
જાપાનીઝ ફેશન વલણો અને જરૂરિયાતોને અનુરૂપ બનાવાયેલ ઉત્પાદનો નું પ્રદર્શન પર ભાર મુકેલ હતો. પ્રદર્શનની મુલાકાતી અને ખરીદદારોમાં ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, ટ્રેડિંગ કંપનીઓ, આયાતકારો, પસંદગીકારો અને નિષ્ણાતો તેમજ જાપાન ના દુકાનો, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, વોલ્યુમ અને ઓનલાઇન રિટેલર્સ વગેરેએ મુલાકાત લીધી હતી.
ભારતના એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) એ ઈન્ડિયા ટેક્સ ટ્રેન્ડ ફેર ૨૦૨૪ માં ભાગ લેવાનો નિર્ણય કરેલ જેના ભાગ રૂપે કચ્છનાᅠ અબ્દુલ રહેમાન ખત્રી (નાનું કવિ)એ પોતાની બાંધણી કલા પ્રદર્શિત કરેલ હતી.
જાપાનના ટોક્યોમાં આયોજીત ૧૪મા ઇન્ડિયા ટ્રેડ ફેર ૨૦૨૪ માં કચ્છ ગુજરાતની સંસ્કૃતિનું શાનદાર પ્રદર્શન થયું હતું. આ તકે મુળ કચ્છ તેરા ગામના રહેવાસીᅠ હાલ ભુજના કવિ પરીવારના કસ્બી અને નેશનલ એવોર્ડ ૨૦૦૯ના વિજેતા ખત્રી અબ્દુલ રહેમાન ઓસમાન (નાનુ કવિ) ની ટ્રેડીશનલ બાંધણી કલાને સન્માનિત કરવામાં આવી હતી.
જાપાનમા ઇન્ડીયા એમ્બેસીના એમ્બેસેડરᅠ સીબી જયોર્જ એᅠ સાલ ઓઢાડી અને સર્ટીફીકેટ આપી બહુમાન કર્યુ હતું. અને કચ્છી બાંધણી ના બહુ વખાણ કર્યા હતા.
આ તકે અનુજ કુમાર ઓઝા (A.D.C) વષા મંત્રાલય ભારત સરકાર - દીલ્હી, શંતોષ કુમાર ચૌઘરી (EPCH) પ્રોટોકોલ ઓફીસર અને - દીલ્હી,શાંન્તી દેવી (પદ્મશ્રી) અશોક કુમાર (પદ્મશ્રી) અને જાપાનીઝ ઓફીસર, બીજનસમેન, કારીગરો તથા જાપાનીસ ઓડીયન્સ હાજર રહ્યા હતા.
તદઉપરાંત બિહાર ફાઉડેશન જાપાન ના અધ્યક્ષ શ્રી આનંદ વિજય સિંહ એ પણ શ્રી ખત્રીનુ ગીફટ આપી સન્માન કર્યું હતું આનંદ વિજય સિંહ એ કહ્યુ ભારતના કચ્છ બાંધણીના કારીગર અબ્દલ રહેમાન ખત્રીએ કચ્છ ની કલાને વિશ્વના મંચ પર એક નવી ઓળખ આપી છે અને એમા એમનો યોગદાન અમુલ્ય છે આ યોગદાન માટે અમે સહુ ભારતીયો ગૌરવની લાગણી અનુભવીએ છીએ કાર્યક્રમ મા બિહાર ફાઉડેશન જાપાનના સચીવ વિકાસ રંજન વગેરે હાજર રહ્યા હતા.
જાપાનના મીથીલા મ્યુઝીયમના ડાયરેક્ટરે અબ્દુલ રહેમાન ખત્રીએ બનાવેલા ૧૬ જેટલા સેમ્પલ (નમુના) મ્યુઝીયમમાં રાખવા માટે પસંદ કર્યા છે.જે કચ્છની બાંઘણી કલા માટે અતી ગૌરવની વાત છે.અબ્દલ રહેમાન ખત્રીએ જાપાન ટુરનાᅠ વખાણ કર્યા છે અને જો આવીજ રીતે વષા મંત્રાલયનો સાથ સહકાર મળશે તો વિશ્વના ફલક પર હજી પણ બાંધણી કલાને વઘુમા વઘુᅠ પ્રચાર, પ્રસાર, અને પ્રખ્યાત કરવાની શ્રી ખત્રી નેમ ધરાવે છે.
માર્ગદર્શન અને સહયોગ માટે ભુજના વષા મંત્રાલયના (A.D) મીસ્ટર રવિવિર ચૌઘરી અને સ્ટાફનો આભાર માન્યો હતો
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
