News of Wednesday, 14th August 2024
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ ખુદાને પ્યારા થઇ ગયા : વિશાળ અનુયાયીઓ શોકમય : ગમગીન માહોલ
શુક્રવારે બપોરે આવેલ મેજર એટેક જીવલેણ નિવડયો : મંગળવાર રાત્રી સુધીની સતત પાંચ દિ' ઘનિષ્ઠ તબીબી : સારવાર, દુઆઓ-પ્રાર્થનાઓના અંતે આખરે ‘બાપુ' પરદો કરી ગયા : અમદાવાદ ઝાયડસ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની પણ અમરેલી હોસ્પિટલ સ્થિત સ્પેશિયલ વિઝિટ કરાવી ‘બાપુ'નુ ચોક્કસ નિદાન-સારવાર માટે માર્ગદર્શન મેળવાયેલ : ‘બાપુ'એ ૬૦૦ મસ્જિદ અને ૨૫૦ મદ્રેસાનુ નિર્માણ કરેલુ : ધાર્મિક જ્ઞાન સાથે સામાજીક-દુન્યવી જ્ઞાન માટે સા.કુંડલામાં શૈક્ષણિક સંકુલ ઉભુ કરેલુ : જીવનપર્યત વ્યસન મુક્તિના પ્રણેતા અને કોમી એકતાના પ્રખર હિમાયતી રહ્યા : સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશ-વિદેશમાં બિન વિવાદાસ્પદ મુઠ્ઠી ઉચેરી આગવી છાપ ઉભી કરી : અંતિમયાત્રામાં માનવ મહેરામણ

‘અકિલા' પ્રત્યે દાદાબાપુને અપાર લાગણી-પ્રેમ હતોઃ થોડા સમય પહેલા કિરીટભાઇ સાથે મુલાકાત કરી'તી : રાજકોટ : ૬૦૦ થી વધુ મસ્જીદો, રપ૦ થી વધુ મદરેસા, સ્કુલ, કોલેજોની સ્થાપના કરનાર અને ૧ લાખથી વધુ લોકોને વ્યસન મુકત કરનાર દાદાબાપુ દુનિયાને અલવિદા કરી ગયા છે ત્યારે સર્વત્ર ઘેરો શોક છવાઇ ગયો છે, દાદાબાપુને ‘અકિલા' પ્રત્યે અપાર લાગણી અને પ્રેમ હતો. અને ‘અકિલા' કાર્યાલયની દાદબાપુએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. જુન મહિનામાં ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાવરકુંડલા ગયા હતાં. ત્યારે દાદાબાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)
(યાસીન બ્લોચ - ઇકબાલ ગોરી દ્વારા) વિસાવદર - સાવરકુંડલા તા. ૧૪ : સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ પરદો કરી ગયા છે એટલે કે, ખુદાને પ્યારા થઈ ગયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશભરમાં વિશાળ અનુયાયીઓ ધરાવતા-વ્યસન મુકિતના પ્રેણેતા અને દીની અને દુન્યવી શિક્ષણના હિમાયતી પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તબિયત નાદુરસ્ત થતા છેલ્લા પાંચ દિ'થી અમરેલી હોસ્પિટલમાં દાખલ હતા. જયાં તબીબોની અથાગ જહેમત અને ગામેગામ દુઆઓ-પ્રાર્થનાઓ સતત ચાલુ હતા..આખરે ગત રાત્રે ‘બાપુ' પરદો કરી ગયાના સમાચારો વાયુવેગે પ્રસરતા જ સાર્વત્રિક ગમગીની વ્યાપી ગઈ છે. દૂરદરાજથી વિશાળ અનુયાયી વર્ગે સાવરકુંડલા ભણી દોટ મુકી છે.સંભવતઃ આજે દફનવિધિ કરાશે. જો કે, સમય નક્કી થયે એલાન કરાશે.
સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ ખુદાને પ્યારા થઈ જતા વિશાળ અનુયાયીઓ શોકમય છે. ગમગીન માહોલ ઉભો થયો છ. ગત શુક્રવારે બપોરે આવેલ મેજર એટેક જીવલેણ નિવડયો છે. શુક્રવાર બપોરથી મંગળવાર રાત્રી સુધીની સતત પાંચ દિ' ઘનિષ્ઠ તબીબી સારવાર, દુઆઓ-પ્રાર્થનાઓના અંતે આખરે ‘બાપુ' પરદો કરી ગયા છે.
અમદાવાદ ઝાયડસ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની પણ અમરેલી હોસ્પિટલ સ્થિત સ્પેશિયલ વિઝિટ કરાવી પ્રબાપુપ્રનુ ચોક્કસ નિદાન-સારવાર માટે માર્ગદર્શન મેળવાયુ હતુ.
‘બાપુ'એ ૬૦૦ મસ્જિદ અને ૨૫૦ મદ્રેસાનુ નિર્માણ કરેલુ. ધાર્મિક જ્ઞાન સાથે સામાજીક-દુન્યવી જ્ઞાન માટે સા.કુંડલામાં શૈક્ષણિક સંકુલ ઉભુ કરેલુ છે.
જીવનપર્યત વ્યસન મુક્તિના પ્રેણેતા અને કોમી એકતાના પ્રખર હિમાયતી ‘બાપુ' સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશ-વિદેશમાં બિન વિવાદાસ્પદ મુઠ્ઠી ઉચેરી આગવી છાપ ઉભી કરી શકયા હતા. આજે અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવા સંકેત છે. ગત રાત્રીથી જ વિશાળ અનુયાયીવર્ગ સાવરકુંડલા પહોંચી રહ્યો છે.

સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદબાપુની દફનવિધિ સાંજે અસરની નમાઝ બાદઃ આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓની અશ્રુભીની અંજલી
રાત્રિથી જ હજારો લોકોનો સમુહ સાવરકુંડલામાં: અંતિમયાત્રા અકલ્પનિય વિશાળ બની રહેશે
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪: સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ ફાની દુનિયા છોડી જતા તેમની દફનવિધિ અસરની નમાઝ બાદ સાંજે ૫:૩૦ કલાકે યોજાશે તેમ સાવરકુંડલા જામા મસ્જિદના પેશ ઈમામ હાફીઝ સાદીક (મો.૯૪૨૭૨ ૬૧૩૧૦)એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ છે. ‘બાપુ'ની અંતિમયાત્રામાં આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ સહિત હજારો લોકો જોડાશે. રાત્રિથી જ હજારો લોકોનો સમુહ સાવરકુંડલા ખાતે એકત્રિત થઈ રહ્યો છે. અંતિમયાત્રા અકલ્પનિય વિશાળ બની રહેશે તેવુ ચિત્ર દ્રષ્ટીગોચર થઈ રહ્યુ છે. લોકો શોકમગ્ને અશ્રુભીની અંજલી અર્પણ કરી રહ્યા છે. સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફેલાયું છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સુન્નીયતના રહેબર નુરાની સરકાર પીર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી દુનિયાથી અલવિદા કરી જતા સાર્વત્રિક શોક છવાયો છે. ઙ્કબાપુઙ્ઘની સાવરકુંડલા ખાતે દફન વિધિ થશે સમગ્ર દેશભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ અને ‘બાપુ'ના હજારો અનુયાયીઓ સાવરકુંડલા ઊમટી પડયા છે. સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતી એજયુકેશન,કોમી એખલાસ, દીની દુન્યવી તાલીમ, અને વ્યસન મુક્તિના નેક કામો દાદાબાપુ કાદરી દ્વારા થતા હતા. સમાજનાં લોકોને વ્યસન મુક્ત, સામાજીક સુધારા સાથે માનવ કલ્યાણ કરી ગુજરાતનાં મુસ્લિમ સમાજ માટે કાર્ય કરતાં કોમી એકતાનાં હિમાયતી ‘બાપુ'ની અલવિદાના સમાચારોની લોકોને જાણ થતાં હજારોની સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ગત રાત્રીથી જ સુન્ની મુસ્લિમ સમાજનાં ધર્મગુરુઓ સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજના આલિમો,અનુયાયીઓ ‘બાપુ'ના નિવાસ સ્થાને ભારે ગમગીની સાથે શોકમય દોડી આવ્યા છે. સરકાર દાદાબાપુ રહેબરે મિલત કોમી એકતાનુ ઉદાહરણ છે. પીરે તરીકત ફાતમીની વફાત થતાં તેમનાં પ્રખર હિમાયતી શાંત સબ્ર સાથે સરકાર દાદાબાપુ ફાતમીના પવિત્ર પાર્થિવદેહને સાવરકુંડલા રાખવામા આવેલ છે. મુંગા મોઢે દિન દુઃખિયાની સેવા કરનાર ‘બાપુ'ની ગત શુક્રવારે અચાનક તબિયત બગડતા અમરેલી દાખલ કરાયા હતા. ‘બાપુ'ની આજે સાંજે ૫:૩૦ કલાકે દફનવિધિ કરાશે. આ લખાઈ રહ્યુ છે ત્યારે સવારે ૧૦ કલાકે હજારો લોકો સાવરકુંડલા પહોંચી ચૂકયા છે અને સતત લોકપ્રવાહ સાવરકુંડલા ભણી છે.
રૂહાની પેશ્વા સૈયદ દાદાબાપુને શ્રધ્ધાંજલી અર્પતા ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદીન શેખ, જાવેદ પીરઝાદા
રાજકોટ તા. ૧૪ : રૂહાની પેશ્વા સૈયદ દાદાબાપુને ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા સહિતનાએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
તેઓએ જણાવ્યું છે કે, ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલયહિ રાજેઉન ઇન્સાનિયત ના ચમકતા સીતારા, માનવતા ના મોતી,કૌમી એકતા ના મસીહા,રહબરે શરીઅત રુહાની પેશ્વા સૈયદ દાદા બાપુ કાદરીᅠ (ર.અ.)(ફાતીમી) આજ રોજ આ દુનીયા થી અલવીદા કરી ગયેલ છે. જેમણે દીન અને દુન્યવી ક્ષેત્રે એવુ કાર્ય કરી ગયા કે આવનારી પેઢી યાદ રાખશે. ૬૦૦ થી વધારે મસ્જીદ,૨૫૦ થી વધારે મદ્રેસાઓ અને બહેતરીન સ્કુલ તથા કોલેજ સ્થાપી સમાજ ને અર્પણ કરેલ છે. ૧ લાખથી વધારે લોકો તેમના દ્વારા વ્યસન મુક્ત થયેલ છે.સમગ્ર મુસ્લિમ સમાજ ને ન પુરાય તેવી ખોટ પડી છે. અલ્લાહ પોતાના હબીબ ના સદકે તેમને જન્નતુલ ફીરદોષ માં આલા મકામ આપે તેમના દરજ્જાતને બુલંદ કરે તેવી દુવા તેમ - ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ જણાવ્યું છે.
જસદણમાં સૂફી સંત સૈયદ મોહંમદ દાદબાપુ કાદરીની વફાતને લઇ મુસ્લિમ સમાજમાં ભારે શોક
(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ તા. ૧૪ : સાવરકુંડલાના સૂફી સંત સૈયદ મોહંમદ દાદાબાપુ કાદરી ગત રાત્રિના પરદો કરી જતાં તેમનાં હજજારો અનુયાયીઓમાં ભારે શોકની કાલિમા છવાઈ હતી. આજીવન અલ્લાહની બંદગી અને સેવાવ્રત પાળનારા દાદાબાપુ રાત્રિના ધરતી પરથી વિદાય લેતાં જસદણ મુસ્લિમ સમાજમાં પણ શોકભીનો માહોલ રચાયો છે.
શિક્ષણ, ધર્મ,સેવા અને વ્યસન મુક્તિ અંગે બેનમૂન કામગીરી કરનારા સૈયદ દાદાબાપુ ટુંકી માંદગીમાં ગત રાત્રિના પરદો કરી જતાં તેમને સોશ્યલ નેટવર્કિંગની વિવિઘ સાઈટ્સ પર હજજારો લોકોએ રાતભર દિલથી દિલના ઊંડાણથી અંજલિ આપી હતી આ અંગે સામાજિક કાર્યકર હુસામુદ્દીન કપાસીએᅠ શબ્દાંજલિ અર્પતા જણાવ્યું હતું કે સૈયદ દાદાબાપુ લોકોની સેવાના બાદશાહ હતાં તેઓએ અંત સુધી સમાજનાં છેવાડાના લોકોને લાભ કેમ મળે તે માત્ર ચિંતા નહી પણ કામ કરીને દેખાડયું હતું તેમનાં થકી અનેક ઘરોમાં અજવાળાં પથરાયા હતાં આમ છતાં અભિમાન એમને સ્પર્શ્યું નહોતું અનેક લોકોને મદદરૂપ બનનારા દાદાબાપુએ એટલાં સત્કાર્યો કર્યાં હતાં કે એમને આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે એમ અંતમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે સૈયદ મોહંમદ દાદા બાપુએ પોતાની હયાતી દરમિયાન અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે આજે સાંજે તેમની અંતિમયાત્રા નીકળશે જેમની નમાજમાં ઠેર ઠેરથી હજજારો લોકો અદન અને અકીદતથી જોડાય આંસુની અંજલી અર્પણ કરશે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
