News of Wednesday, 14th August 2024
વાસાવડના યુવાનના અકસ્માતમાં મોતના મામલે પરિવારનો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ
મૃતક યુવાનના પરિવારજનોની રાજકોટ પત્રકાર પરીષદઃ હિટ એન્ડ રનની કલમ લગાડવા માંગણી

તસ્વીરમાં મૃતક યુવાનના પરીવારજનો પત્રકાર પરીષદમાં માહીતી આપતા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) ગોંડલ, તા.,૧૪: ગોંડલનાં વાસાવડ રહેતા વિપ્ર પાર્થ મહેશભાઈ ત્રીવેદી નુ ગત તા.૨૯/૬ નાં મોવિયા નજીક કાર હડફેટે મોત નિપજ્યુ હતુ. પાર્થ પરીવારનો આધારસ્તંભ પુત્ર હતો. સવારે વાસાવડ થી બાઈક લઈ નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે મહીલા કાર ચાલકે પાર્થ ને હડફેટ લેતા પાર્થ ને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. બનાવ અંગે પોલીસે માત્ર કલમ ૩૦૪ એ લગાવી ઘટનામાં અકસ્માત સર્જનાર મહીલાનો બચાવ કરવા ઢીલી તપાસ કર્યા નાં આક્ષેપ સાથે મળતક પાર્થનાં પરીવારે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ ભરી હતી અને ન્યાયની માંગણી કરી હતી.
પાર્થનાં પિતા મહેશભાઈ ત્રીવેદીએ મિડીયા સમક્ષ જણાવ્યું કે અકસ્માત એટલો ભયંકર હતો કે મારાં પુત્ર નું માથુ છુંદાઇ ગયુ હતુ. અને આંખો બહાર નીકળી ગઈ હતી. તેમ છતા પોલીસે રેર કેસ ગણવાને બદલે આરોપીઓ નો બચાવ કરવા માત્ર અકસ્માતની કલમ લગાવી છે. કારમાં ચાલક ગોંડલનાં રાધાકળષ્ણ નગરમા રહેતા રીંકલ તેના પતિ નૈમીશ ભાલુ સહિત ચાર વ્યક્તિઓ બેઠા હતા. ભયંકર અકસ્માત સર્જી કાર થોભાવવાને બદલે આ લોકો નાશી છુટયા હતા. ખરેખર આ ઘટનામાં હીટ એન્ડ રન ની કલમ ૩૦૪ કલમ લગાડવી જોઈએ પણ પોલીસે એવુ નહી કરતા કાર ચાલકનો બચાવ થાય તે રીતે તપાસ કરી છે. જે અન્યાય કર્તા છે. અમે પરીવારનાં આધારસ્તંભ સમા મોટા પુત્રને ગુમાવ્યો છે. આ રીતે અકસ્માત સર્જનારને આકરી સજા મળવી જોઈએ જેથી કોઈનાં લાડકવાયાનો ભોગના લેવાય, જો અમને ન્યાય નહી મળે અને કલમ ૩૦૪ મુજબ તપાસ નહી કરાય તો નાછુટકે અદાલત નાં દ્વાર ખખડાવવા પડશે તેવુ મહેશભાઈ ત્રીવેદીએ જણાવ્યું હતું.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
