તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 14th August 2024
કેશોદના ટીટોડી ગામના ખેડૂત દંપતીને ૧૫મી ઓગસ્ટ નિમિતે રાષ્ટ્રપતિ દ્વારા મળ્યુ નિમંત્રણ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૪: કેશોદ પંથક માટે ગૌરવ આપતો પ્રસંગ બન્યો છે જેમાં કેશોદના ટીટોડી ગામનાં વતની શ્રી ભરતભાઈ નસીત અને શ્રીમતી મીતાબેન નસીત દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા નિમંત્રણ આપી આગામી ૧૫મી ઓગષ્ટ નિમિત્તે ઉપસ્થિત રહેવા વિશેષ આયોજનમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
કેશોદના ટીટોડી ગામનાં ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી એ ખેતઉત્પાદન ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી અન્યો માટે અનુકરણીય બનેલ છે. તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા શાકભાજીના દેશી બિયારણને બચાવવા એક બીજ બેક બનાવી છે. કેશોદના ટીટોડી ગામનાં નસીત દંપતી દ્વારા ભારત ભ્રમણ કરી ચારસો જેટલી પ્રજાતિના લુપ્ત થતાં બિયારણને બચાવવા ભગીરથ કાર્ય કર્યું છે. કુદરતી રીતે પ્રાચીન સમયમાં ફળ ફળાદી, ઓસડીયા અને વનસ્પતિના ખજાનાથી જીવનધોરણ વણાયેલું હતું.
અત્રે નોંધણીયછેકે, પ્રવર્તમાન સમય મા રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને સુધારેલા વધુ ઉત્પાદન આપતાં બિયારણનો આડેધડ ઉપયોગથી આદિકાળથી સચવાતા આરોગ્યપ્રદ ખેતપેદાશો નું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે આ અંગે જાગળતતા જરૂરી બનેલ છે.
કેશોદના ટીટોડી ગામનાં નસીત દંપતી દ્વારા છવ્વીસ રાજયોમાં પ્રવાસ કરી ડુંગરાળ પ્રદેશમાં આદીવાસી વિસ્તારમાં પહોંચી ફુલ છોડ વનસ્પતિ અને વળક્ષો ની ઉપયોગીતા ઉછેર અને માવજતની માહિતી એકઠી કરી ચારસો જેટલી પ્રજાતિના લુપ્ત થતાં બીજ એકઠાં કરીને બીજ બેક મારફતે વિતરણ અને સમગ્ર માહિતી આપવાનું અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષોની ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી ની અથાગ મહેનત નું આજે યોગ્ય સન્માન મળ્યું છે ભારત દેશના મહામાહીમ રાષ્ટ્રપતિ દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે યોજાયેલા ખાસ આયોજનમાં ઉપસ્થિત રહી સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવતાં નાનકડાં એવા ટીટોડી ગામ અને કેશોદ શહેરમાં ગૌરવની લાગણી સાથે ખુશી વ્યાપી ગઈ છે. કેશોદના ટીટોડી ગામનાં ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત દંપતી દિલ્હી ખાતે પહોંચી ગયા છે અને રાષ્ટ્રપતિના મહેમાન બનીને કેશોદને ગૌરવ અપાવ્યું છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
