<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આજે સાંજે સોમનાથમાં રંગારંગ તિરંગા કાર્નીવલ

તિરંગા યાત્રા અંતર્ગત સાંજે ૬ વાગ્‍યે ટાવરચોકથી રેલીને પ્રસ્‍થાન : સોમનાથ યુનિ.એ સમાપન : લોકોને જોડાવા કલેકટર દિગ્‍વીજયસિંહ જાડેજા દ્વારા અપીલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના આહવાનને ઝીલીને સમગ્ર રાજ્‍ય ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશભક્‍તિના રંગે રંગાયું છે. ત્‍યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોના માધ્‍યમથી ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને આ અભિયાનમાં જોડવામાં આવી રહ્યાં છે. નાગરિકો પણ ઉલ્લાસપૂર્વક ‘હર ઘર તિરંગા' અભિયાનમાં પોતાની હિસ્‍સેદારી નોંધાવી રહ્યાં છે.

  જિલ્લા કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા અભિયાન'ની વિગત આપતા જણાવ્‍યું કે, સમગ્ર જિલ્લામાં રંગોળી સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા અને વિવિધ ગામોમાં તિરંગા યાત્રા સાથે દેશભક્‍તિના આ અભિયાનમાં બઢીચઢીને ગીર સોમનાથ જિલ્લાએ ભાગીદારી નોંધાવી છે.

સમગ્ર રાજ્‍યમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાને અનુલક્ષીને આજે સાંજે ૦૬.૦૦ કલાકે રંગારંગ તિરંગા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્નિવલ અંતર્ગતની આ રેલી ટાવરચોકથી શ્રી સોમનાથ યુનિવર્સિટી સુધી આયોજીત કરવામાં આવી છે.

જિલ્લાના મહાનુભાવો, પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, સામાજિક સંસ્‍થાના આગેવાનો સહિત વિદ્યાર્થીઓ-શિક્ષકો અને નગરજનો મોટા પ્રમાણમાં આ રેલીમાં જોડાય તે માટેનું વ્‍યાપક આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કાર્નિવલમાં દેશભક્‍તિની સૂરાવલીઓ વચ્‍ચે સાંસ્‍કળતિક કાર્યક્રમ,  દેશભક્‍તિના ગીતો, નળત્‍યો તેમજ વિવિધ રંગારંગ કાર્યક્રમોની -સ્‍તુતિ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સ્‍વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં ઉપસ્‍થિત રહી દેશભક્‍તિનો રંગ જમાવશે તેની વિગતો તેમણે આપી હતી.

જિલ્લા કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાએ વેરાવળના નગરજનો તથા જિલ્લાના નાગરિકોને દેશભક્‍તિના આ રંગારંગ કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્‍યું છે

(1:48 PM IST)