<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

જીલ્લામાં જૂગારના ૪ દરોડાઃ ર૪ પતાપ્રેમી પકડાયા

ગોંડલના જામવાડીમાં ૭, ઉપલેટાના કોલકી ગામે ૬, જામકંડોરણામાં ૪ અને જેતપુરના ખજુરી ગુંદાળા ગામે ૭ શખ્‍સો પતા ટીંતચા પકડાયા

રાજકોટ તા. ૧૪ :.. જીલ્લામાં જૂગારના ૪ દરોડામાં ર૪ પતાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં.

પ્રથમ દરોડોમાં ગોંડલ જામવાડી જીઆઇડીસી તુલસી-૧ પ્‍લોટ નં. ર૪ વિસ્‍તારમાં આવેલ સુદર્શન એગ્રી ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં ઉપરની ઓરડીમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જૂગાર રમતા (૧) સાગર મનસુખભાઇ બાલધા ઉ.૩૧ ધંધો વેપાર, રહે. ગોંડલ માર્કેટ યાર્ડની સામે ડી. કે. નગર હવેલીની સામે, (ર) સાગર મનસુખભાઇ ભોજાણી ઉ.૩૬ ધંધો પ્રા. નોકરી રહે. ગોંડલ ગુંદાળા રોડ બ્રહ્માણી નગર બ્રહ્માણી માના પાસે (૩) મેહુલ ભવાનીશંકર તેરૈયા ૪૦ ધંધો વેપાર રહે. ગોંડલ માર્કેટ યાર્ડની સામે  ડી. કે. નગર હવેલીની બાજુમાં (૪) અભય દિપકભાઇ સોમૈયા ધંધો પ્રા. નોકરી રહે. ગોંડલ માર્કેટ યાર્ડની સામે ડી. કે. નગર શેરી નં. ૪, (પ) હીતેષ કરશનભાઇ વસંત ધંધો વેપાર રહે. ગોંડલ બસ સ્‍ટેશન પાછળ લક્ષ્મણનગર (૬) ભુમિકા કાંતીભાઇ પોપટ ધંધો પ્રા. નોકરી રહે. ગોંડલ ગુંદાળા રોડ ગુણાતીત નગર જગદીશ મંદિરની બાજુમાં તથા (૭) પરેશ વલ્લભદાસ રાયચુરા ઉ.પ૧ રહે. ગોંડલ ગુંદાળા રોડ ગુંદાળા ફાટક પાસે ગુરૂકુળની બાજુમાં ને રોકડા ૭૭,૧૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં ઉપલેટા પોલીસે કોલકી ગામે ખારાવાડ પ્‍લોટ વિસ્‍તારમાં જાહેર શેરીમાં રેઇડ કરી જૂગાર રમતા  મીલન અરવિંદભાઇ જાંબુકીયા ધંધો મજૂરી (ર) સરમણ રાસાભાઇ ડાકી (૩) વેરશી રૈયાભાઇ જાદવ, ધંધો મજૂરી (૪) શંકર છગનભાઇ રાહાણી ધંધો મજૂરી (પ) સંજય ઘનશ્‍યામભાઇ જાંબુકીયા ધંધો મજૂરી તથા (૬) સુખા સામજીભાઇ ગોરૈયા ધંધો મજૂરી રહે. તમામ કોલકી ખારાવાડ પ્‍લોટ તા. ઉપલેટાને રોકડા રૂા. ૧૧,૪પ૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડોમાં જામકંડોરણા પોલીસે જામકંડોરણા કાલાવાડ રોડ ઇટુના ભટ્ટા પાસે ભાવશે ભુપતભાઇ પરમાર રહે.જામકંડોરણા વાળાની ઓરડી પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ભાવેશ ભુપતભાઇ પરમાર (ઉ.વ.૩૦) ધંધો.ઇટુના ભટ્ટાનો રહે.આંચવડ, (ર) ધીરૂ ડાયાભાઇ પરમાર (ઉ.વ.૫૧) ધંધો.માટલા બનાવવાનો રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર પાણીના ટાંકા પાસે, (૩) સંતોષ ભગવાનજીભાઇ સરધારા (ઉ.વ.૩૭), ધંધો.મજુરી, રહે.બોરીયા બસ સ્‍ટેશન પાસે તથા (૪) રજનીશ ગોપાલભાઇ સતાસીયા (ઉ.વ.૩૨) ધંધો.ખેતી રહે. બોરીયા શંકર ભગવાનના મંદિર પાસેને રોકડા રૂા.૧૦,૩૨૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડોમાં જેતપુરના પ્રતિનિધિ કેતન ઓઝાના એહવાલ મુજબ જેતપુર તાલુકા પોલીસે ખજુરી ગુંદાળા ગામે રેઇડ કરી તીનપતીનો જુગાર રમતા મોૈલીક ઉમેશભાઇ સોલંકી, પ્રકાશ જાદવભાઇ સોલંકી, રવી ભગાભાઇ સોલંકી, પીયુષ જીગાભાઇ સોલંકી, સાગર ઉર્ફે દાદુ ભગાભાઇ સોલંકી, મહેશ ગુંદાળાને રોકડા રૂા.૨૨૫૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ

(1:51 PM IST)