News of Wednesday, 14th August 2024
ગોંડલ તાલુકા ભાજપ દ્વારા દસ હજાર તિરંગા વિતરણ કરાયા : ધારાસભ્ય ગીતાબા જાડેજા કાર્યક્રમમાં જોડાયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૧૪ : ગોંડલ શહેર - તાલુકા અને યુવા ભાજપના હોદેદારો દ્વારા જેલચોક પાસે તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાની ઉપસ્થિતિમાં રાહદારીઓ, વાહનચાલકો, બાળકો, વિદ્યાર્થીઓ સહિતના લોકોને દસ હજાર તિરંગા વિતરણ કરાયા હતા અને સાથે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ દીવસે સૌ નાગરિકો પોતાના ઘર, ઓફિસ, દુકાન પર તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિ બતાવીએ તેવી અપીલ કરવામાં આવી હતી. તિરંગા વિતરણ કાર્યક્રમમાં નગરિક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ મુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી સમીરભાઈ કોટડીયા, નગરપાલિકા ઉપપ્રમુખ કાંતાબેન સાટોડીયા, નગરપાલિકા ના સદસ્યો, સંગઠન તેમજ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ સાટોડીયા, મહામંત્રી જેકીભાઈ પરમાર, મોહિતભાઈ પાંભર, જીલભાઈ ગોહિલ, લખનભાઈ કોટડીયા, અંકિતભાઈ કોટડીયા, કાનાભાઈ કાછડીયા, ધવલ ગોહેલ તેમજ સોશ્યલ મીડિયાના વિપુલભાઈ જાદવ, સચિનભાઈ સહિતના યુવા મોરચાના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
