<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આવતીકાલે પૂ.લાલબાપુનો જન્મદિન

ગાયત્રી મંત્રની ગહન સાધના : દૈવી કૃપા, લોક કલ્‍યાણ

રાજકોટ, તા. ૧૪ : ઉપલેટા - ઢાંક પાસે ગધેથડ ખાતે અખુટ જલરાશી અને પ્રકૃતિના દિવ્‍ય સાનિધ્‍યમાં પૂ.લાલબાપુ પાંચ દાયકાથી ગાયત્રી મંત્રની ગહન સાધનામાં લીન છે. કરોડો મંત્ર જાપથી અહિં દિવ્‍ય ઉર્જા વહી રહી છે. મંત્ર સિદ્ધિ - દૈવીકૃપા થકી પૂ.લાલબાપુના સાનિધ્‍યમાં અહિં લોકકલ્‍યાણની પ્રવૃતિ પણ નિરંતર ધમધમી રહી છે.

આવતીકાલે તા. ૧૫ના પૂ.લાલબાપુનો જન્‍મદિન છે. માતા નંદકુંવરબા અને પિતાશ્રી નવલસિંહજીના આંગણે પૂજય લાલબાપુનું પ્રાગટય થયુ હતું. પૂ.લાલબાપુની પ્રેરણા - માર્ગદર્શનથી અનેક ભાવિકો આધ્‍યાત્‍મિક માર્ગે વળ્‍યા છે.

દિવ્‍ય વિભૂતિ - સંત પૂ. લાલબાપુના જન્‍મદિન નિમિતે દેશ-વિદેશમાં અસંખ્‍ય ભાવિકો પૂ.બાપુને મનોમન વંદના કરીને કૃપા પ્રાપ્‍ત કરી રહ્યા છે.

(9:37 PM IST)