News of Wednesday, 14th August 2024
કચ્છમાં પાલીતાણાના મહિલા શિક્ષિકા એ જીવ દીધો
બે સંતાનોના માતા એવા પરિણીત શિક્ષિકાને વતનનો શખસ હેરાન કરતો હોઈ જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :કચ્છના ખાવડાના તુગા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ આત્મહત્યા કરી જીવ દઈ દેતાં અરેરાટી છવાઈ ગઈ છે. મૂળ પાલીતાણાના વીણાબેન શાંતિરામ દૂધરેજીયા ઉં. ૩૪ એ મહિલાએ ગળે ફાંસો ખાઇ લીધો હતો. પરિણીત આ શિક્ષિકા ને તેમના વતન પાલીતાણાનો એક શખ્સ તેમને માનસિક ટોર્ચર કરતો હોવાથી તેમણે આખરી પગલું ભર્યું હોવાનું અનુમાન છે.
તેમની તુગા પ્રાથમિક શાળામાં ૨૦૨૩ સપ્ટેમ્બર મહિનામાં નિમણુંક થઇ હતી. તેમના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
ખાવડા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ધરી છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
