News of Thursday, 15th August 2024
મોરબી: 19 ઓગસ્ટે સવારે ઔ. બ્રા. જ્ઞાતિની વાડીએ જનોઈ બદલવાની વિધિ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ભુદેવોની દિવાળી એટલે કે રક્ષાબંધનના દિવસે ભુદેવો જનોઈ બદલતાં હોય છે. ત્યારે આ વર્ષે 19 ઓગસ્ટના રોજ મોરબીમાં જનોઈ બદલવાની વિધિ યોજાશે.
શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લ- મોરબીએ જણાવ્યું હતું કે, શ્રાવણી કર્મ પર્વ મોરબી જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજ- ભુદેવો માટે જનોઈ બદલવાનું મુહૂર્ત સં.2080 શ્રાવણ સુદ પુર્ણિમા- સોમવાર તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 8-30 કલાકે છે. જેથી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ઉપક્રમે મોરબીની જેલ પાસે વાંકાનેર દરવાજા બહાર આવેલી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે જનોઈ બદલવાની વિધિ રાખવામાં આવી છે. તો આ માટે સર્વે ભુદેવોને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
