News of Thursday, 15th August 2024
મોરબી આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. પરિચય અને સ્વાગત કાર્યક્રમ યોજાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તારીખ ૧૪/૦૮/૨૦૨૪ના રોજ એન.એસ.એસ.ના પરિચય અને સ્વાગત અંગેનો ઓરિએન્ટેશન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમ નવા પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને એનએસએસ પ્રવૃત્તિથી અવગત કરાવવાના ઉદ્દેશથી રાખવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત એન.એસ.એસ.ના લક્ષ્યગીતનું ગાન કરીને કરવામાં આવી હતી. એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સ્વાગત પ્રા.જે. એમ. કાથડે કર્યું હતુ. એન.એસ.એસ.ના કોઓર્ડીનેટર પ્રા. (ડૉ.) રામભાઈ વારોતરીયાએ એન.એસ.એસ. અંગેની માહિતી તેમજ રાષ્ટ્રીય સેવા યોજના મારફતે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે અંગેની વિવિધ માહિતીઓ વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. પ્રા.(ડો.) અનિલસિંહ રાજપુતે પણ એન. એસ. એસ.ની ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી.
એન એસ એસમાં સક્રિય પણે બે વર્ષ પૂર્ણ કરેલ સ્વયંસેવકો નિખિલ કુંભારવડિયા, અજય ધોરીયા તથા કુલદીપ ધરજીયાએ પોતાના અનુભવો રજૂ કરેલ. આચાર્ય કે. આર. દંગીના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવક ગોગરા મુન્નાએ કાર્યક્રમ પૂર્ણ થતા આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
