News of Thursday, 15th August 2024
મોરબીની ઉમા ટાઉનશીપમાં ઝાડ નીંચે જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા.
પટેલ હાઈટ્સ પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં લીંબડાના ઝાડ નીંચે જાહેરમાં જુગાર રમતા પકડાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની ઉમા ટાઉનશીપમાં પટેલ હાઈટ્સ પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં લીમડાના ઝાડ નીંચે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી એલસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઉમા ટાઉનશીપમાં પટેલ હાઈટ્સ પાછળ ખુલ્લા ગ્રાઉન્ડમાં લીંબડાના ઝાડ નીંચે જાહેરમાં જુગાર રમતા જયંતીલાલ ગોરધનભાઈ મકવાણા(પટેલ), દુર્લભજીભાઈ લાલજીભાઈ લોરિયા, રવજીભાઈ ચતુરભાઈ લોરિયા, પ્રફુલભાઈ છગનભાઈ હાસલીયા,શાંતિલાલ મલુભાઈ ચાપાણી અને કાનજીભાઈ આંબાભાઈ છત્રોલાને રોકડા રકમ રૂ.૩૦૭૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
