News of Thursday, 15th August 2024
ધ્રોલ,જોડીયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનો ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા અરબી બીયરની કુલ કિ.રૂ.૧૨,૩૩,૩૬૫/- ના મુદ્દામાલનો નાશ કરતી ધ્રોલ તથા જોડીયા પોલીસ

ધ્રોલ તથા જોડીયા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામા કબ્જે થયેલ ઇગ્લીશ દારૂની ભારતીય બનાવટની બોટલો તથા બીયર ટીન તથા અરબી બીયરનો જથ્થો ધ્રોલ આહીર કન્યા છત્રાલય રાજકોટ-જામનગર હાઈવે રોડ પાસે વી.ડી.સાકરીયા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ ધ્રોલ તથા આર.બી.દેવધા, નાયબ પોલીસ અધીક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા એસ.સી.વાળા નશાબંધી અને આબકારી અધિકારી જામનગર તથા કે.આર.વાધેલા પ્રો.પો.ઈન્સ. જોડીયા પો.સ્ટે. તથા પી.જી. પનારા પો.સબ ઇન્સ. ધ્રોલ પો.સ્ટે.નાઓની હાજરીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનુ બોટલો નંગ-૧૮૪૯ કી.રૂ.૯,૦૮,૬૪૦/- તથા બીયર ટીન નંગ-૩૩૭ કી.રૂ.૩૪,૪૪૦/- તથા અરબી બીયરની બોટલો નંગ-૧૯૩૮ કિ.રૂ.૨૯૦૨૮૫ એમ કુલ મુદ્દામાલ બોટલ/બીયર નંગ-૪૧૨૪ કુલ કી.રૂ.૧૨,૩૩,૩૬૫/- નો મુદ્દામાલની નિયમોનુસાર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
