<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

કાલાવડ તાલુકાની જે.પી.એસ સ્કૂલના વિદ્યાર્થીઓએ યોજી તિરંગા રેલી

દરેક ઘર સુધી હર ઘર તિરંગા અભિયાનનો સંદેશો પહોંચે તે હેતુથી અનેક જગ્યાઓ પર તીરંગા રેલી

જામનગર :જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની જે.પી.એસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તીરંગા રેલી યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગલચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, અગ્રણી રમેશભાઈ મૂંગરા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન, સહિતના મહાનુભાવો અને અધિકારીઓ જોડાયા હતા. 

 અત્રે ઉલેખનીય છે કે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ઉજવાઇ રહેલા સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે દરેક ઘર સુધી હર ઘર તિરંગા અભિયાનનો સંદેશો પહોંચે તે હેતુથી અનેક જગ્યાઓ પર તીરંગા રેલી યોજવામાં આવી હતી.  

(11:04 AM IST)