News of Thursday, 15th August 2024
જામનગર જિલ્લા પંચાયત ભવનમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રીઓ માટે બેઠકનું આયોજન કરાયું

જામનગર :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ સહિત રાજ્યમાં આયુષ્માન ભારત- નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે જામનગર જિલ્લામાં આવેલ વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરઓ માટે જિલ્લા પંચાયત ભવન, જામનગરના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સર્વેને જિલ્લાના દરેક ગામોમાં આરોગ્યની ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે, જિલ્લામાં આરોગ્યની વિવિધ યોજનાઓ અને રાષ્ટ્રીય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ સરળતાથી થઈ શકે અને એક પણ વ્યક્તિ આરોગ્યની સેવાઓથી વંચિત ન રહે તે અંગે જરુરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, જિલ્લા આર.સી.એચ.ઓ. શ્રી ડો. નૂપુર કુમારી પ્રસાદ, જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો. રાજેશ ગુપ્તા, 75 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરઓ અને આરોગ્ય શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
