News of Thursday, 15th August 2024
કેશોદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં લોહાણા સમાજમાં હરખની હેલી, અભિનંદન અવિરત ચાલુ કેશોદના ડીવાયએસપી બિપીનચંદ્ર ઠક્કર રાષ્ટ્પતિ એવોર્ડથી વિભૂષિત થશે રાજકોટની ચકચારી આંગડિયા લૂંટ, કરોડોના હીરાનું પ્રકરણ, અને વીજચોરી સામે અનુપમસિંહ
ગેહલોતનાં માર્ગદર્શનમાં સપાટો બોલાવનાર વિભાગીય પોલીસ વડાને આ અગાઉ રાજ્યપાલે પણ એવોર્ડ આપ્યો છે.

રાજકોટ તા. ૧પઃ પોતાની જહેમત, ટીમ વર્ક, બાતમીદાર વર્તુળ વિગેરે બાબત કેન્દ્રમાં પોતાના પીએસઆઈના કાર્યકાળથી રાખી ગોધરા જેવા સંવેદનશીલ વિસ્તાર, અમદાવાદના ખૂબ પડકારજનક કામગીરી હોય કે રાજકોટની રાજ્યભરમાં ચકચારી આંગડિયા લૂંટનાં ખૂંખાર અપરાધીઓ હોય કે પછી સુરતના કરોડોના હીરાનો મુદ્દામાલ કબ્જે કરવાની કુનેહ ધ્યાને રાખી ભૂતકાળમાં રાજ્યપાલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવનાર કેશોદના વિભાગીય પોલીસ વડા બિપીનચંદ્ર સી ટક્કરને દવા તેમની ઉત્કૃષ્ટ કામગીરી ધ્યાને રાખી રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદ કરતા સૌરાષ્ટ્રભરમાં લોહાણા સમાજના હરખની હેલી ચઢી છે.
ગુનેગારો સાથે કડકાઈથી કામ લેવા માટે જાણીતા અને સામાન્ય લોકો સાથે દૂધમાં સાકાર માફક ભળી જતા ડીવાયએસપી લેવલના આ અધિકારી રાજકોટમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમમાં કેશોદ જતા પહેલા વિશેષ પસંદ કરાયેલું, હાલના સુરતના પોલીસ કમિશનર અને તત્કાલીન ઇન્ચાર્જ વિજિલન્સ ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં વીજ ચોરી કરતા તત્વો વિરૂદ્ધ સપાટો બોલાવી દીધેલ, તેમના પર સતત અભિનંદન વર્ષા ચાલુ છે.મો. ૯૮૨૫૧ ૧૧૯૪૪.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
