News of Thursday, 15th August 2024
જામનગરની ૧૦૮ ની ટીમના પાઈલોટ અને ઇએમટીને ઉત્તમ કામગીરી બદલ સ્વાતંત્ર્ય પર્વે સન્માનિત કરાયા

જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જામજોધપુર ખાતે કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેકટર બી. કે. પંડ્યાના હસ્તે શહેર જિલ્લામાં ઉતક્રુષ્ટ કામગીરી કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જ્યાં જામનગર જિલ્લામાં કાર્યરત ૧૦૮ ની ટીમના પાયલોટ ગૌતમભાઈ હરિયાણી તેમજ જયેશકુમાર ઝાલા ને પણ પોતાની ઉત્તમ કામગીરી કરવા બદલ સર્ટીફીકેટ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
