<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

મોરબી: મોરબીમાંથી ગુમ થયેલ યુવાન ત્રણ મહીને પરત ફર્યો, શેરબજારમાં નુકશાની જવાથી પગલુ ભર્યુ હતુ઼.

મોરબીમાં રહેતો ૨૫ વર્ષીય યુવાન મેં માસમાં ઘરેથી કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો અને ત્રણ માસ બાદ યુવાન ઘરે પરત ફર્યો છે યુવાનને શેર બજારમાં નુકશાન થતા જતો રહ્યો હોવાનું કારણ જાણવા મળ્યું છે.

વાવડી રોડ પર રાધાપાર્ક સોસાયટીમાં રહેતા કરણ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૦૭-૦૫-૨૪ ના રોજ કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં યુવાન ગુમ થયાની જાણ કરવામાં આવી હતી ગુમ થયેલ કરણભાઈ બારડ નામનો યુવાન તા. ૧૪ ઓગસ્ટના રોજ પોલીસ મથકે

 હાજર થયા છે યુવાન શેરબજારમાં હારી ગયા હોવાનું કારણ દર્શાવ્યું છે જેથી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:54 PM IST)