News of Thursday, 15th August 2024
મોરબી તા ૧૬: મોરબીના જાંબુડીયા પાસે બે ટ્રકમાં લાગેલ આગમાં એકનું મોત થયુ હતું
ગત રાત્રે બે ટ્રક અથડાતા આગ લાગેલ જેમાં એક વ્યક્તિ ટ્રકમાં જ ભડથું થઈ જતા, ફાયર વિભાગે બોડીને કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી

મોરબીના જાંબુડીયા પાસે ગત રાત્રે અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાયતર સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો આ અંગે ફાયરના દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે આગને કાબુમાં લેતા મોડી રાત થઈ હતી.
આ અકસ્માતમાં એક ટ્રક માં કોલસો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ટ્રકમાં સવાર દેવજીભાઈ બચુભાઈ સીસદાણા (ઉમર 49) રહેવાસી – વવાણીયા અસગમાં બળીને ભડથું થઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. આથી ફાયર વિભાગે ડેડ બોડી ટ્રકમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડેલ.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
