News of Thursday, 15th August 2024
કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી : પૂ. ભીમબાપુ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી

જૂનાગઢ : સમગ્ર રાષ્ટ્ર 78 મો સ્વાતંત્ર પર્વ મનાવી રહ્યું છે ત્યારે દત્ત અને દાતારની ભૂમિ એવા જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક સમાન ઉપલાની ધાર્મીક જગ્યા એ આજરોજ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ અને ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી ના સંચાલક કોચ સાગર કટારીયા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડમીના 200 જેટલા યુવાનોએ ભારતની શાન સમાન તિરંગા ને સલામી આપીને ભારતના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા સ્વાતંત્ર પર્વની સાથે ગણતંત્ર દિવસની અને વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી આ જ પ્રકારે દાતાર અને ગિરનાર તેમજ ભારતની ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થાનો પર કરવામાં આવી છે આ સિવાય ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો કરીને પણ પ્રદૂષણ મુક્ત પર્યાવરણ બને તે માટે પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. વહેલી સવારે ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે એકેડેમીના 200 જેટલા વિદ્યાર્થીઓ દાતાર પર્વત ઉપર જય ચડ્યા હતા અને જગ્યાના મંત્રી ભીમ બાપુના વરદ હસ્તે દેશના 78 માં સ્વાતંત્ર દિન નિમિત્તે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી અપાઇ હતી આ પ્રસંગે પૂજ્ય બાપુએ પધારેલા તમામ વિદ્યાર્થીઓને રક્ષા પોટલી બાંધી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને બધાએ જગ્યા ખાતે પ્રસાદ લીધો હતો.(અહેવાલ :વિનુ જોશી, તસ્વીર :મુકેશ વાધેલા-જુનાગઢ)
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
