<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રોક સોલ્‍ટના નામે ૧.૮૦ કરોડની સોપારીની દાણચોરી : ત્રણ સૂત્રધારો ઝડપાયા

સરકારની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનારા ગદ્દારો સામે એજન્‍સીઓની સંયુકત તપાસ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : હવે દાણચોરીનો પ્રકાર બદલાયો છે. વ્‍હાઈટ કોલર દાણચોરો સરકારી છૂટછાટનો લાભ લઇ મિસ ડેક્‍લેરેશન દ્વારા ખોટી માહિતી આપી સરકારની આંખમાં ધૂળ નાખે છે.

આયાત નિકાસના નામે કૌભાંડ આચરતા ગદ્દારᅠદાણચોરો સામે એજન્‍સીઓ સંયુકત તપાસ કરે એ દેશહિતમાં છે. ગત ૨૧ જુલાઇના રોક સોલ્‍ટ ના ઓઠા તળે ૧.૮૦ કરોડ રૂ.ની ૧૦ ટન સોપારીની દાણચોરી કરવાના ગુનામાં કંડલા મરીન પોલીસે મુંબઈની એમએએમ કંપનીના મુખ્‍ય સૂત્રધાર કાલુરામ ઉર્ફે સુનીલ મોહન ચૌધરી, રાહુલ મંગેશ પાટીલ અને નાગેશ સુર્વેની ધરપકડ કરી છે.

આ ગુનામાં સ્‍થાનિક ગાંધીધામ આદિપુરના ચાર શખ્‍સોની ગોડાઉન ભાડે આપવા તેમ જ ટ્રક ભાડે આપવા માટે સંડોવણી ખુલી હતી. જે પૈકી ત્રણ વરુણ મોહન, અનીલ બારોટ અને કરણ ગોવિંદ કાનગડની ધરપકડ થઈ ચૂકી છે. જયારે અરૂણ ગોવિંદ કાનગડ હજુ ફરાર છે. કંડલા પીઆઇ એમ.એન. વાળા તપાસ કરી રહ્યા છે.

(3:08 PM IST)